West Bengal Election 2021 : કેન્દ્રીય સુરક્ષાદળ વિરૂદ્ધ કર્યુ ભાષણ, મમતા બેનરજીને ચૂંટણીપંચે વધુ એક નોટીસ ફટકારી

West Bengal Election 2021 : મુસ્લિમ વોટબેંક અંગેના નિવેદન પર ચૂંટણીપંચે (Election Commission) એક નોટીસ મમતા બેનરજી (Mamata Banerjee) ને મોકલી છે, ત્યારબાદ આ બીજી નોટીસ છે.

West Bengal Election 2021 : કેન્દ્રીય સુરક્ષાદળ વિરૂદ્ધ કર્યુ ભાષણ, મમતા બેનરજીને ચૂંટણીપંચે વધુ એક નોટીસ ફટકારી
PHOTO : ANI
Follow Us:
| Updated on: Apr 09, 2021 | 4:16 PM

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં કુલ 8 ચરણ છે જેમાં ત્રણ ચરણની ચૂંટણી પૂરી થઇ ગઈ છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ નેતાઓના ભાષણ અને નિવેદનો ઉગ્ર બનતા જાય છે. આવા નેતાઓ પર આખરે ચૂંટણીપંચને કાર્યવાહી કરવી પડે છે. આવું જ એક વિવાદિત નિવેદન આપતા ચૂંટણીપંચે (Election Commission) મુખ્યપ્રધાન મમતા બેનરજી (Mamata Banerjee) ને ફરી એક વાર નોટીસ ફટકારી છે.

સુરક્ષાદળો વિરૂદ્ધ ટીપ્પણી, ECની બીજી નોટીસ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પગલે રાજકીય પક્ષોમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપ ચાલુ છે. આ બધાની વચ્ચે ચૂંટણી પંચે ફરીથી બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમૂલ કોંગ્રેસના સુપ્રીમો મમતા બેનર્જી (Mamata Banerjee) ને કેન્દ્રીય સુરક્ષાદળો વિરુદ્ધ ભાષણ આપવા બદલ નોટિસ ફટકારી છે. ચૂંટણીપંચે (Election Commission) શનિવારે સવારે 11 વાગ્યા સુધીમાં મમતા બેનર્જીને તેમના ભાષણ પર જવાબ નોંધાવવા કહ્યું છે. ચૂંટણી પંચે કહ્યું કે તેમના ભાષણથી આચારસંહિતાની અનેક કલમોની સાથે કાયદાનું ઉલ્લંઘન થયું છે. નોટિસમાં ચૂંટણીપંચે મમતા બેનરજીના નિવેદનોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું કે કેન્દ્રીય સુરક્ષાદળોના જવાનો મતદારોને મતદાન કરતા અટકાવી રહ્યા છે.

મમતાએ કેન્દ્રીય સુરક્ષાદળો પર ગંભીર આક્ષેપો કર્યા 8 એપ્રિલ ગુરુવારે હુગલી જિલ્લાના બાલાગઢમાં જાહેરસભાને સંબોધિત કરતી વખતે મમતાએ કેન્દ્રીય સુરક્ષાદળો પર આરોપ લગાવ્યો કે ‘અમિત શાહ સંચાલિત કેન્દ્રીય ગૃહ મંત્રાલયની સૂચનાથી કેન્દ્રીય સુરક્ષાદળો કાર્ય કરે છે. તેમણે કહ્યું, “મને કેન્દ્રીય અર્ધલશ્કરી દળો માટે આદર છે, પરંતુ તેઓ દિલ્હીની સૂચનાઓ પર કામ કરી રહ્યા છે. તેઓ મતદાનના દિવસ પહેલા ગ્રામજનોને હેરાન કરે છે. કેટલાક મહિલાઓને હેરાન કરી રહ્યા છે. તેઓ લોકોને ભાજપને મત આપવા કહે છે. અમે આ થવા નહીં દઈએ.”

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સુરક્ષાદળો પર ગંભીર આરોપ દુર્ભાગ્યપૂર્ણ : EC ચૂંટણી પંચ દ્વારા મમતા બેનર્જીને આપવામાં આવેલી નોટિસમાં મમતાના નિવેદનોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં તૃણમૂલના પ્રતિનિધિ મંડળએ BSF પર આરોપ લગાવ્યો હતો કે તેઓ એક પક્ષની તરફેણમાં ગ્રામજનોને ધમકાવવા માટે બાંગ્લાદેશ સરહદની સુરક્ષા કરે છે. ચૂંટણીપંચે કહ્યું કે દેશના સર્વશ્રેષ્ઠ સૈન્યમાથી એક એવી BSF પર TMC દ્વારા આવો ગંભીર આરોપ લગાવવો એ દુર્ભાગ્યપૂર્ણ છે.

10 નોટીસ આપે તો પણ વલણ નહિ બદલું : મમતા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે કહ્યું હતું કે તેઓ સાંપ્રદાયિક ધોરણે મતદારોને વહેંચવાના કોઈપણ પ્રયાસ સામે અવાજ ઉઠાવશે અને જો ચૂંટણીપંચ તેમને 10 શો કોઝ નોટિસ મોકલવા માંગશે તો પણ પોતાનું વલણ બદલશે નહિ. મમતાએ મુસ્લિમ મતદારોને ટીએમસીની તરફેણમાં મત આપવા અપીલ કરી હતી, જેના પગલે બુધવારે ચૂંટણી પંચે આચારસંહિતાના ભંગ બદલ બેનર્જીને નોટિસ મોકલી હતી.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">