AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

West Bengal Election 2021: મમતા બેનર્જીનો પીએમ મોદી અને અમિત શાહ પર હુમલો, જાણો શું કહ્યું

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર હુમલો કર્યો.

West Bengal Election 2021: મમતા બેનર્જીનો પીએમ મોદી અને અમિત શાહ પર હુમલો, જાણો શું કહ્યું
Mamta banerjee
Niyati Trivedi
| Edited By: | Updated on: Apr 04, 2021 | 4:33 PM
Share

West Bengal Election 2021: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના ત્રીજા ચરણમાં ચૂંટણી પ્રચારના અંતિમ દિવસે બંગાળના સીએમ મમતા બેનર્જીએ પીએમ નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી અમિત શાહ પર હુમલો કર્યો. હાવડામાં સભાને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે મોદી સિન્ડિકેટ 1 અને અમિત શાહ સિન્ડિકેટ 2 છે. અભિષેકના ઘરે, સુદીપના ઘરે અને સ્ટાલિનની દિકરીના ઘરે એજન્સીઓ મોકલી રહ્યા છે. તેઓ સતત પોલીસ અધિકારીઓને બદલી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે દક્ષિણ બંગાળમાં 6 એપ્રિલે કુલ 31 સીટ પર મતદાન થશે. 31 સીટોમાંથી 16 સીટો દક્ષિણ પરગના, 7 સીટ હાવડા અને 8 સીટ હુગલી જિલ્લામાં છે. આ સીટ પર આજે સાંજે ચૂંટણી પ્રચાર થંભી જશે. આ પહેલા તમામ રાજકીય પક્ષોએ પોતાની તમામ તાકાત નાખી દીધી છે.

ગુજરાત, યૂપીના પોલીસને આપવામાં આવી છે જવાબદારી

મમતા બેનર્જીએ કહ્યુ બંગાળ પોલીસને આ જવાબદારી નથી આપવામાં આવી રહી. એ જોઈને જવાબદારી આપવામાં આવી રહી છે કે ગુજરાતના મોદી કોણ છે? ગુજરાતમાં સિંહ અને શાહ કોણ છે? એ જોઈને પોલીસને જવાબદારી આપવામાં આવી રહી છે કે ભાજપ ગુજરાત, યૂપી અને બિહારથી ગુંડા લાવીને બંગાળ પર કબ્જો કરવાની કોશિશ થઈ રહી છે. અમે બંગાળને ગુજરાતની જેમ નહીં બનવા દઈએ.

હું રોયલ બંગાળ ટાઈગર છું 

તેમણે કહ્યું કે યાદ રાખો હું રોયલ બંગાળ ટાઈગર છું હું વાઘના છોકરાની માફક લડી રહી છું. તમામ પોલીસ ખરાબ નથી ભાજપે કંઈક શીખવ્યુ છે મને પત્રકારોએ કહ્યું કે એરપોર્ટ પર સુરક્ષા તપાસ કરવામાં આવી રહી હતી. સીઆરપીએફ જવાને નહોતા જાણતા કે તે પત્રકાર છે. તેમણે તેને પૂછયુ કે તેઓ મમતા દીદીના સમર્થક છે કે મોદીના સમર્થક છે. શું સીઆરપીએફએ એવું પૂછવું જોઈએ? ભાજપ સાંપ્રદાયિક અશાંતિ પેદા કરવાની કોશિશ કરી રહી છે. તેઓ ભાજપના ખેડૂતોને  પૈસા આપવાને લઈ મોટી મોટી વાતો કરી રહ્યા છે. મેં તેમને (કેન્દ્રસરકાર) લિસ્ટ (લાભાર્થીઓનુ) મોકલ્યુ છે તેઓ પૈસા કેમ નથી મોકલી રહ્યા.

આ પણ વાંચો: કોરોના સંક્રમણને રોકવા માટે Cotton Masks છે સૌથી બેસ્ટ: સંશોધન

g clip-path="url(#clip0_868_265)">