કોરોના સંક્રમણને રોકવા માટે Cotton Masks છે સૌથી બેસ્ટ: સંશોધન

હાલ કોરોનાની મહામારીએ વિશ્વભરમાં ભરડો લીધો છે. મહામારી વચ્ચે માસ્ક આપણા જીવનનો હિસ્સો બની ગયો છે. કોરોના મહામારીથી બચવા માટે વિવિધ સંશોધન કરવામાં આવે છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 16:11 PM, 4 Apr 2021
કોરોના સંક્રમણને રોકવા માટે Cotton Masks છે સૌથી બેસ્ટ: સંશોધન
કોટન માસ્ક

હાલ કોરોનાની મહામારીએ વિશ્વભરમાં ભરડો લીધો છે. મહામારી વચ્ચે માસ્ક આપણા જીવનનો હિસ્સો બની ગયો છે. કોરોના મહામારીથી બચવા માટે વિવિધ સંશોધન કરવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ વિવિધ માસ્ક ઉપર પણ સંશોધન કર્યું હતું. વૈજ્ઞાનિકોએ ચોક્કસ પ્રકારના કાપડમાંથી બનેલા માસ્ક વધુ પ્રભાવશાળી છે. માઈક્રોસ્કોપથી માસ્કનું સંશોધન કરેલા વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સામાન્ય બચાવ માટે સુતરાઉ કાપડથી બનેલું માસ્ક (Cotton masks)  સૌથી વધુ પ્રભાવશાળી છે.

 

તેમની રચના માઈક્રોસ્કોપિક સ્તરે ખૂબ જ ચુસ્ત છે. જેની તુલનામાં શિફોન, પોલિએસ્ટર, રેયોન અથવા અન્ય કૃત્રિમરૂપથી બનેલા સિન્થેટિક ફાઈબરના માસ્ક ઢીલા છે અને શ્વાસ સાથે શરીરમાં પ્રવેશતા વધુ કણોને અટકાવતા નથી. 12થી વધુ પ્રકારના માસ્કના આ અભ્યાસ માટે યુ.એસ.ના મેરીલેન્ડમાં સ્મિથ સોનીયન મ્યુઝિયમ કન્વેન્શન્સ સંસ્થામાં વૈજ્ઞાનિક એડવર્ડ વિસેન્ઝી અને તેમની ટીમે ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો ઉપયોગ કર્યો હતો. એડવર્ડના જણાવ્યા મુજબ કોઈપણ માઈક્રોસ્કોપિક કદમાં 50 ફેબ્રિક (0.001 મિલીમીટર) કદમાં તત્વો ફિલ્ટર કરવાની ક્ષમતાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

 

તેમાં સુતરાઉ કપડા, સિન્થેટીક કાપડ, એન 95 અને સર્જિકલ માસ્ક સહિતના કોફી ફિલ્ટર્સ પણ શામેલ હતા. બધામાં એન 95 એરોસોલ્સ રોકવામાં સૌથી અસરકારક હોવાનું જોવા મળ્યું. તે જ સમયે કોવિડ -19 વાયરસને રોકવામાં સામાન્ય રક્ષણ માટે સુતરાઉ કાપડના માસ્ક પણ ખૂબ અસરકારક હોવાનું જણાયું છે. સુતરાઉ કાપડની બનાવટ એવી હોય છે. જે આંખથી નાના સૂક્ષ્મ કણોને પણ અંદર નથી જવા દેતા. જ્યારે કુત્રિમ કાપડથી બનેલા માસ્કએટલા ફાયદેમંદ નથી.

 

સુતરાઉ કાપડના માસ્ક પણ ભેજને શોષી લે છે. આ ભેજ શ્વાસનો પણ હોઈ શકે છે. આ ફેબ્રિકમાં ભેજ વધારે છે. આનાથી કણોને પસાર થવું વધુ મુશ્કેલ બને છે. જ્યારે કૃત્રિમ તંતુઓ પાણીને શોષી લેતા નથી. તેથી સુતરાઉનું માસ્ક વધુ ફાયકારક છે. નોંધનીય છે કે છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારે થતો જાય છે. સાજા થનારા લોકોમાં પણ ઘટાડો થઈ રહ્યો છે.

 

ગુજરાતના Coronaના કેસ રોકેટ ગતિએ વધી રહ્યાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2,815 કેસ નોંધાયા છે. તેમજ 2,063 લોકો સાજા થયા છે. તેમજ 13 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયાં છે. જેમાં મૃત્યુ પામેલામાં સુરતના 5, અમદાવાદના 4, ભાવનગરના 1, રાજકોટ 1, તાપી 1 અને વડોદરાના 1 દર્દીનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: Corona ના વધતા જતા સંક્રમણ અંગે કેન્દ્ર સરકાર એલર્ટ, PM MODIની અધ્યક્ષતામાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક