West Bengal Election 2021 : બંગાળમાં અડધી ચૂંટણી પુરી થઇ ગઈ, હવે ચાર તબક્કા બાકી રહ્યાં ત્યારે Congress જાગી

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ચાર તબક્કા પુરા થઇ ગયા છે.17 એપ્રિલે પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે.

West Bengal Election 2021 : બંગાળમાં અડધી ચૂંટણી પુરી થઇ ગઈ, હવે ચાર તબક્કા બાકી રહ્યાં ત્યારે Congress જાગી
FILE PHOTO
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 3:53 PM

West Bengal Election 2021 : પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ગયું છે. હવે આગામી તારીખ 17 એપ્રિલે પાંચમાં તબક્કાનું મતદાન યોજાશે. પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં પહેલા ચાર તબક્કામાં સુષુપ્ત અવસ્થામાં રહેલી Congress હવે જાગી છે અને અડધી ચૂંટણી પુરી થયાબાદ હવે પ્રચાર અભિયાનને ગતિ આપવા જઈ રહી છે.

લઘુમતી વોટબેંક માટે કોંગ્રેસ મેદાનમાં કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં આગામી ચાર તબક્કાની ચૂંટણી માટેના પ્રચારને ગતિ આપવાનો નિર્ણય લીધો છે, જેને પક્ષ પોતાનો ગઢગણે છે, કારણ કે તેમની પાસે લઘુમતી વિસ્તારની બેઠકો છે. જે જિલ્લાઓમાં આગામી તબક્કામાં મતદાન થવાનું છે તેમા મુર્શિદાબાદ, માલદા, ઉત્તર દિનાજપુર અને ઉત્તર બંગાળના અન્ય ભાગો શામેલ છે, જ્યાં ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સારો એવો વોટશેર મળ્યો હતો.

રાહુલ અને પ્રિયંકા કરશે પ્રચાર બંગાળમાં આઠ તબક્કામાંથી ચાર તબક્કા પુરા થઇ ગયા છે એટલે કે લગભગ અડધી ચૂંટણી પુરી થઇ ગઈ છે અને રાજ્યમાં ચૂંટણી પ્રચાર પૂરો થવામાં માત્ર એક પખવાડિયું બાકી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસની પહેલી રેલી બંગાળમાં થવાની છે. મીડિયા રિપોર્ટ અનુસાર રાહુલ ગાંધી 14 એપ્રિલના રોજ અહીં રેલી-જાહેરસભા પણ યોજાશે. પ્રિયાંક ગાંધી પણ પશ્ચિમ બંગાળના પ્રચાર અભિયાનમાં જોવા મળી શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

હવે 4 તબક્કાનું મતદાન થશે કોંગ્રેસે પશ્ચિમ બંગાળમાં આગામી ચાર તબક્કાની ચૂંટણી માટેના પ્રચારને ગતિ આપવાનો નિર્ણય લીધો નિર્ણય લીધો છે. પાંચમા તબક્કામાં 17 એપ્રિલના રોજ 45 વિધાનસભા બેઠકો પર મતદાન યોજાશે. આવી સ્થિતિમાં કોંગ્રેસે હવે કમર કસી છે.છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલના રોજ 43 બેઠકો પર મતદાન થશે અને 26 મી એપ્રિલે સાતમા તબક્કામાં 35 બેઠકો પર મતદાન થશે. આઠમા અને અંતિમ તબક્કાની ચૂંટણી 29 એપ્રિલના રોજ યોજાશે, જેમાં 35 વિધાનસભા બેઠકો પર મતદાન થશે. મતની ગણતરી 2 મેના રોજ થશે.

ભાજપ-TMC સામે સંયુક્ત મોરચો West Bengal Election 2021 માં ભારતીય જનતા પાર્ટી (BJP) અને તૃણમુલ કોંગ્રેસ (TMC) વિરુદ્ધ કોંગ્રેસ, ડાબેરી અને ભારતીય સેક્યુલર મોરચાના અબ્બાસ સિદ્દીકીનો સંયુક્ત મોરચો રચાયો છે. સંયુક્ત મોરચો આગળ વધે એ પહેલા જ CONGRESS-ISF વચ્ચે અણબનાવ ખુલીને સામે આવી ગયા છે. વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ કોંગ્રેસ, ડાબેરી અને ISFની પહેલી બ્રિગેડસભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ, ડાબેરીઓ અને ISF સમર્થકો એકઠા થયા હતા. સમર્થકોની હાજરીથી વિરોધી પક્ષો ઉત્સાહિત હતા, પરંતુ બ્રિગેડસભાના અંત સુધીમાં કોંગ્રેસ અને ISFએ આખું વાતાવરણ બગાડ્યું હતું. ISF નેતા અબ્બાસ સિદ્દીકી સ્ટેજ પર ઉભા થયા અને ડાબેરી નેતાઓએ અબ્બાસ સિદ્દીકીનું સ્વાગત કરવાનું શરૂ કર્યુ હતું. તેનાથી નારાજ થઈને સભાને સંબોધી રહેલ અધિરરંજન ચૌધરીએ કહ્યું હતું કે તેઓ આ સભાને સંબોધિત નહીં કરે અને મંચ પરથી નીચે ઉતરી ચાલતી પકડી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">