Gujarati NewsPoliticsWe are fighting for the nations victory while the congress is fighting for its own victory says pm modi
કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે પોતાની પાર્ટીને જીતાડવા માટે જ્યારે અમે ચૂંટણી લડી રહ્યાં છીએ દેશને જીતાડવા માટે: PM મોદી
લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી સમગ્ર ભારતમાં સભાઓ ગજવી રહ્યાં છે. આજે શનિવારના રોજ ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં તેમની રેલીઓનું આયોજન કરાયું છે. આજે 11 વાગ્યે વડાપ્રધાન મોદીએ ઓડિશાના સુંદરગઢ ખાતે રેલી અને સભાનું આયોજન કર્યું હતું. 1 વાગ્યે સોનપુરમાં પણ વડાપ્રધાન મોદીએ રેલી ગજવી હતી અને 3 વાગ્યાથી છત્તીસગઢ ખાતે બાલોદમાં વડાપ્રધાન મોદીની રેલી […]
લોકસભાની ચૂંટણીને લઈને વડાપ્રધાન મોદી સમગ્ર ભારતમાં સભાઓ ગજવી રહ્યાં છે. આજે શનિવારના રોજ ઓડિશા, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં તેમની રેલીઓનું આયોજન કરાયું છે.
આજે 11 વાગ્યે વડાપ્રધાન મોદીએ ઓડિશાના સુંદરગઢ ખાતે રેલી અને સભાનું આયોજન કર્યું હતું. 1 વાગ્યે સોનપુરમાં પણ વડાપ્રધાન મોદીએ રેલી ગજવી હતી અને 3 વાગ્યાથી છત્તીસગઢ ખાતે બાલોદમાં વડાપ્રધાન મોદીની રેલી છે. જો સાંજના કાર્યક્રમ વિશે જોવા જઈએ તો મોદી 7 વાગ્યે મહારાષ્ટ્રના નાંદેડમાં રેલી કરવાના છે.
Toothache Problem : દાંત દુખે છે ? આ 5 ખોરાક ભૂલથી ન ખાતા
ચોમાસામાં ફંગલ ઇન્ફેક્શન કેમ વધુ જોવા મળે છે?
ડેઝર્ટ અને મીઠાઈ વચ્ચે શું તફાવત છે? 99 % ને આ વિશે નથી જાણતા
આ સુંદરીઓ પોતાની ફિટનેસનું રાખે છે ખાસ ધ્યાન, ચલાવે છે પોતાનો યોગ સ્ટુડિયો
Patil Surname History : જાણો પાટીલ અટકનો અર્થ અને ઈતિહાસ
છત્તીસગઢ ખાતેની રેલીમાં વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું કે આજે લોકસભાની ચૂંટણીના સમયમાં દેશમાં એક તસવીર સ્પષ્ટ છે. આ તસવીર નિયતની છે અને આ તસવીર નીતિની છે. કોંગ્રેસ ચૂંટણી લડી રહી છે પોતાની પાર્ટીને જીતાડવામાં માટે જ્યારે અમે ચૂંટણી લડી રહ્યાં છીએ દેશને જીતાડવા માટે.
આમ છતીસગઢ ખાતેની રેલીમાં પણ મોદીએ કોંગ્રેસ પર નિશાન તાકીને તેની નિયત પર સવાલો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે ભાજપ દેશ માટે લડી રહ્યું જ્યારે કોંગ્રેસ પાર્ટી પોતાની પાર્ટીને જીતાડવા માટે ચૂંટણી લડી રહી છે.