AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના MLAની ગુંડાગીરીનો VIDEO ખુદ નેતાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કર્યો

આજકાલ નેતાઓના માથે સત્તાનો નશો થોડો વધારે જ ચડી ગયો હોય તેવું લાગે છે. મધ્યપ્રદેશમાં આકાશ વિજયવર્ગીયની ગુંડાગર્દીને હજુ કેટલાક દિવસો જ વિત્યા છે. ત્યાં હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યની ગુંડાગર્દીનો વીડિયો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં હાઈવે પરથી પસાર થવા દરમિયાન ધારાસભ્ય નિતેશ રાણેને રસ્તા પર ખાડાનો અનુભવ શું થયો કે તેમનો પારો છટકી ગયો. […]

મધ્ય પ્રદેશ બાદ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના MLAની ગુંડાગીરીનો VIDEO ખુદ નેતાએ પોતાના ફેસબુક પર પોસ્ટ કર્યો
| Updated on: Jul 04, 2019 | 9:01 AM
Share

આજકાલ નેતાઓના માથે સત્તાનો નશો થોડો વધારે જ ચડી ગયો હોય તેવું લાગે છે. મધ્યપ્રદેશમાં આકાશ વિજયવર્ગીયની ગુંડાગર્દીને હજુ કેટલાક દિવસો જ વિત્યા છે. ત્યાં હવે મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યની ગુંડાગર્દીનો વીડિયો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં હાઈવે પરથી પસાર થવા દરમિયાન ધારાસભ્ય નિતેશ રાણેને રસ્તા પર ખાડાનો અનુભવ શું થયો કે તેમનો પારો છટકી ગયો. ગુસ્સામાં લાલઘુમ નિતેશ રાણેએ પહેલા સરકારી એન્જિનીયરને સ્થળ પર બોલાવ્યા.

આ પણ વાંચોઃ VIDEO: ગુજરાતમાં અમદાવાદ પછી બીજા નંબરની ભાવનગરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ત્યારબાદ બધાની સામે તેમની આબરૂ ઉતારવાનો પ્રયાસ કર્યો. જોકે આ દરમિયાન તેઓ એટલું ભાન ભૂલી ગયા કે સરકારી એન્જિનીયર પર ગાળોનો વરસાદ કરી દીધો. એકબાદ એક ગંદી ગાળો ભાંડવા લાગ્યા. જે ઓછું લાગતું હતું તો તેમના સમર્થકોએ કિચડ ભરેલી ડોલ એન્જિનીયર પર રેડી દીધી. એન્જિનિયર નેતાજીને જવાબ આપતા રહ્યા અને નેતાજીના સમર્થકોએ તેમને કીચડમાં નવડાવી દીધા. આ સિલસિલો આટલે પણ અટક્યો નહીં. નેતાજીના આદેશ પર તેમના સમર્થકો એક દોરી જેવી વસ્તુ લઈને એન્જિનીયરને બાંધવાનો પ્રયાસ કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ ગુંડાગર્દી કરનાર નેતા નિતેશ રાણે મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન નારાયણ રાણેના સુપુત્ર છે. જેમનો ગુસ્સો આજે એક સરકારી કર્મચારી પર નીકળ્યો. વાત રસ્તા પર ખાડા પડવાની હતી. જેને લઈને સરકારી એન્જિનિયરને તેઓ ફટકાર લગાવે તે સમજી શકાય. પરંતુ આ રીતની ગુંડાગર્દી કેટલે અંશે યોગ્ય કહેવાય. આ કોઈ પાઠ ભણાવવાની વાત હતી જ નહીં.

[yop_poll id=”1″]

અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
બાલાસિનોર પંથકમાંથી ઝડપાયો 2.37 કરોડનો ગાંજો, 1ની ધરપકડ
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
ભરૂચમાં બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં મહિલાનું મોત
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
વલસાડમાં ઔરંગા નદી પર નવ નિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી, 4 મજૂરો દબાયા
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
અનેક વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડીની કરી આગાહી
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
કઈ રાશિના જાતકોને અચાનક ધનલાભ અને કોને સાવધાની રાખવી જરૂરી, જુઓ Video
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">