Uttarakhand : પુષ્કરસિંહ ધામીને સીએમ બનાવવા પર ભાજપમાં આંતરિક વિવાદ, જાણો સમગ્ર વિગતો

|

Jul 04, 2021 | 2:50 PM

ઉત્તરાખંડમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે પુષ્કરસિંહ ધામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.આ દરમ્યાનમાં એવા સમાચાર આવી રહ્યા છે કે ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ ધામીને મુખ્યમંત્રી બનાવાથી નારાજ છે.

Uttarakhand : પુષ્કરસિંહ ધામીને સીએમ બનાવવા પર ભાજપમાં આંતરિક વિવાદ, જાણો સમગ્ર વિગતો
પુષ્કરસિંહ ધામીને સીએમ બનાવવા પર ભાજપમાં આંતરિક વિવાદ

Follow us on

ઉત્તરાખંડ(Uttarakhand) માં નવા મુખ્યમંત્રીના નામ પર ભાજપ હાઇ કમાન્ડ દ્વારા મહોર લગાવામ આવી છે. જેમાં પુષ્કરસિંહ ધામી(Pushkar Singh Dhami) આજે સાંજે 5 કલાકે ઉત્તરાખંડના 11 મા મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. તે પૂર્વે ભાજપનો આંતરિક વિવાદ સપાટી પર આવ્યો છે. જેમાં પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યના ઘણા વરિષ્ઠ નેતાઓ ભાજપ દ્વારા રાજ્યની કમાન પુષ્કરસિંહ ધામીને સોંપવાના નિર્ણયથી નારાજ છે.

ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ ધામીને મુખ્યમંત્રી બનાવાથી નારાજ

ઉત્તરાખંડ(Uttarakhand)માં રાજકીય ઉથલપાથલ વચ્ચે પુષ્કરસિંહ ધામીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા.આ દરમ્યાનમાં એવા સમાચાર આવી રહ્યા છે કે ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ ધામીને મુખ્યમંત્રી બનાવાથી નારાજ છે. સુત્રોના જણાવ્યા અનુસાર મદન કૌશિક, હરકસિંહ રાવત, સતપાલ મહારાજ, બિશનસિંહ ચૂફાલ અને યશપાલ આર્ય સહિતના ઘણા નેતાઓએ હાઈકમાન્ડની સામે નારાજગી વ્યક્ત કરી છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

બંસીધર ભગતે આ વાતોને  અફવા ગણાવી

આ ઉપરાંત પક્ષમાં  ઘણા નેતાઓ ગુસ્સે થવાના પ્રશ્ને ભાજપના બંસીધર ભગતએ કહ્યું કે મેં ક્યાંક વાંચ્યું છે કે 35 ધારાસભ્યો દિલ્હી પહોંચી ગયા છે. તમે જણાવો કે કે આ ધારાસભ્યો કોણ છે? આ અહેવાલો માત્ર અફવાઓ છે. અમારા નેતાઓ પાર્ટી સાથે નિશ્ચિતપણે ઉભા છે. જ્યારે ભાજપના ધારાસભ્ય ધનસિંહ રાવત સિંહને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ નિર્ણયથી દરેક જણ ખુશ છે. પુષ્કરસિંહ ધામી આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે.

ત્રિવેન્દ્રસિંહ રાવત અને તીરથસિંહ રાવત સાથે મુલાકાત

મુખ્યમંત્રી પદના શપથ લેતા પહેલા પુષ્કરસિંહ ધામીએ રવિવારે પૂર્વ મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત અને તીરથસિંહ રાવતને તેમના નિવાસ સ્થાને મળ્યા હતા. આ દરમ્યાન બંને પૂર્વ મુખ્યમંત્રીઓએ ધામીને અભિનંદન પાઠવ્યા હતા. પુષ્કરસિંહ ધામી મૂળ પિથોરાગ જિલ્લાની દીદીહાટ તાલુકાના કાનાલીચિના નિવાસી છે. ધામીનું આખું જીવન ઉધમસિંહ નગર જિલ્લાના ખાતીમામાં વિતાવ્યું હતું. તેમણે અહીં શિક્ષણ મેળવ્યું અને વિદ્યાર્થી કાળથી રાજકારણમાં પ્રવેશ કર્યો. તેઓ 45 વર્ષના છે અને શપથ લેતાંની સાથે જ રાજ્યના 11મા મુખ્યમંત્રી બનશે.

જ્યારે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન બનનારા પુષ્કરસિંહ ધામી પણ વરિષ્ઠ નેતાઓને સતત મળી રહ્યા છે. આ દરમ્યાન તેવો રાજ્ય મંત્રી સતપાલ મહારાજને તેમના દહેરાદૂન સ્થિત નિવાસ સ્થાને મળ્યા. તેની બાદ પુષ્કરસિંહ ધામી પૂર્વ મુખ્યમંત્રી અને મેજર જનરલ ભુવનચંદ્ર ખંડુરીને પણ તેમના નિવાસ સ્થાને મળ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad : રસી જ કરશે રક્ષણ, જાણીને અમદાવાદીઓ રજાના દિવસે રસી કેન્દ્રો પર ઉમટ્યા

આ પણ વાંચો : Mumbai : BJP MLA એ કહ્યું, ડીનો મોરિયા BMC ના સચિન વાઝે, ઉંડાણપૂર્વક તપાસ કરશો તો ઘણા પેગ્વિન બહાર આવી જશે  

Published On - 2:48 pm, Sun, 4 July 21

Next Article