ભારત પર થયેલા આતંકવાદી હુમલા બાદ અમેરિકાએ પોતાના નાગરિકોને આપી એક સલાહ, કહ્યું, “પાકિસ્તાન કે તેની નજીક જતાં પહેલા 2 વખત વિચારજો”
એક બાજુ જ્યાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં તેનો કોઈ પણ પ્રકારનો હાથ હોવાની ના પાડી છે. પાકિસ્તાન સરકારે પ્રેસ રિલીઝ જાહેર કરીને આ હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે. પરંતુ અમેરિકા તરફથી પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનથી પાકિસ્તાનને ચેતવણી અપાઈ છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે, “પાકિસ્તાન તરત જ […]
એક બાજુ જ્યાં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં તેનો કોઈ પણ પ્રકારનો હાથ હોવાની ના પાડી છે. પાકિસ્તાન સરકારે પ્રેસ રિલીઝ જાહેર કરીને આ હુમલાને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો છે.
પરંતુ અમેરિકા તરફથી પાકિસ્તાનને ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ભવનથી પાકિસ્તાનને ચેતવણી અપાઈ છે. વ્હાઈટ હાઉસના પ્રવક્તા સારા સેન્ડર્સે કહ્યું છે,
“પાકિસ્તાન તરત જ તેમની જમીન પરથી ચાલતા આતંકી સંગઠનોને સમર્થન આપવાનું બંધ કરી દે. આમ કરીને તેઓ માત્ર હિંસા અને આતંકવાદને જ પ્રોત્સાહન આપી રહ્યાં છે.”
તો બીજી બાજુ અમેરિકન વિદેશ મંત્રાલયે તેમના નિવેદનમાં પાકિસ્તાનનું નામ લેતા કહ્યું કે,
“દરેક દેશે આતંક વિરૂદ્ધ સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવ અંતર્ગત તેમની જવાબદારી સમજે અને આતંકીઓને આશરો આપવાનું બંધ કરે. અમે આતંકવાદનો મુકાબલો કરવા દરેક સ્થિતિમાં ભારત સાથે ઉભા છીએ. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આતંકી જાહેર કરવામાં આવેલા પાકિસ્તાનના દૈશ-એ-મોહમ્મદ સંગઢન દ્વારા આ હુમલો કરાયો છે. શહીદ થયેલા જવાનોના પરિવાર સાથે અમારી સંવેદના છે.”
અમેરિકાએ નાગરિકોને પાકિસ્તાન ન જવાની આપી સલાહ
અમેરિકાએ ભારત પર થયેલા આતંવાદી હુમલા બાદ પ્રેસ રિલીઝ તો જાહેર કરી પરંતુ સાથે સાથે પોતાની ટ્રાવેલિંગ એડ્વાઈઝરીમાં પોતાના નાગરિકોને એક સલાહ આપી. અમેરિકાએ પાકિસ્તાન કે તેની નજીક જનારા વિમાનોમાં આતંકવાદનો ખતરાને ધ્યાનમાં લઈને પોતાના નાગરિકોએ બે વાર વિચાર કરવાની સલાહ આપી છે.
વિદેશ મંત્રાલયે તાજેતરમાં જ નિવેદન આપ્યું હતું કે આતંકવાદના કારણે પાકિસ્તાન જતા પહેલા બે વાર વિચાર કરવો.
અન્ય દેશોએ પણ કરી હુમલાની નિંદા
ન માત્ર અમેરિકા પરંતુ, રશિયા, ઈઝરાયલ, ફ્રાન્સ, માલદીવ, બાંગ્લાદેશ, થાઈલેન્ડ, શ્રીલંકા, કેનેડા સહિતના ઘણાં દેશો જવાનોની શહાદત પર દુઃખ વ્યક્ત કર્યું છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું છે કે આ હુમલામાં જવાબદાર લોકોને સજા મળવી ખૂબ જરૂરી છે. અમે આ ઘટનાની નિંદા કરીએ છીએ.
ઉપરાંત, બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પણ આ અંગે નિવેદન આપતા કહ્યું છે કે ઢાકા હંમેશાં આતંકી પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલપન્સ પોલિસી જાળવી રાખશે. ઘાયલ થયેલા લોકો જલદી સાજા થઈ જાય તે માટે અમ પ્રાર્થના કરીએ છીએ.
તો ઈઝરાયલના રાજદૂત રોન માલ્કાએ પણ શહીદ થયેલા જવાનો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના દર્શાવતા કહ્યું છે કે અમે આ મુશ્કેલ સમયમાં ભારતની સાથે છીએ.
[yop_poll id=1439]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]