ખેડૂતોને મવાલી કહેનાર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી માફી માંગે: AAP

|

Jul 23, 2021 | 4:30 PM

ખેડૂત જ આખા જગતના લોકોનું પેટ ભરવાનું કામ કરે છે. દેશના રિયલ હીરો તરીકે ખેડૂત અને જવાનની ગણના થાય છે. જેનું આદર અને સન્માન દરેક વ્યક્તિ કરે છે.

ખેડૂતોને મવાલી કહેનાર કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી માફી માંગે: AAP

Follow us on

ભાજપના સાંસદ અને વિદેશ રાજ્ય કક્ષાના મંત્રી મીનાક્ષી લેખી(Meenakshi Lekhi ) દ્વારા ખેડૂતોને(Farmers ) મવાલી કહેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરીને સુરતની આમ આદમી પાર્ટી (AAP) દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવીને માફી માગવાની માંગ કરવમાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ખેડૂતને જગતના તાત કહેવામાં આવે છે. ખેડૂત એટલે ધરતી પરનો ભગવાન કે જેને પોતાનો પરસેવો રેડીને ધરતી ખેડી ધાન્ય પકવે છે.

 

ખેડૂત જ આખા જગતના લોકોનું પેટ ભરવાનું કામ કરે છે. દેશના રિયલ હીરો તરીકે ખેડૂત અને જવાનની ગણના થાય છે. જેનું આદર અને સન્માન દરેક વ્યક્તિ કરે છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિદેશ રાજ્યમંત્રી મીનાક્ષી લેખી દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ખેડૂતો મવાલી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

મવાલી શબ્દનો અર્થ ગુંડા, આવારા અને અસામાજિક તત્વ એવો થાય છે. ત્યારે આમ આદમી પાર્ટીએ આવેદન આપીને સવાલ ઉઠાવ્યા છે કે શું મીનાક્ષી લેખી ભારતના ખેડૂતોને મવાલી કહેવા માંગે છે? ખેડૂતો માટે આવા શબ્દો વાપરવા એટલે દેશની અસ્મિતાનું અપમાન કરવું. આપણો દેશ ખેતી પ્રધાન દેશ છે. દેશનું અર્થતંત્ર આપણા દેશના કિસાનો પર નિર્ભર છે. ત્યારે લોકશાહીવાળા આ દેશમાં નેતાઓ, ધારાસભ્યો કે સાંસદો દ્વારા અસંવૈધાનિક શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે અને ખેડૂતોનું અપમાન કરવામાં આવે છે.

 

આવા શબ્દોનો વિરોધ કરીને કેન્દ્રીય મંત્રી મીનાક્ષી લેખી દ્વારા જે શબ્દ વાપરવામાં આવ્યો છે, તેમણે  ખેડૂતોની જાહેરમાં માફી મંગાવી જોઈએ અને જો તેમ ન કરવામાં આવે તો ખેડૂતો સાથે રહીને સમગ્ર ગુજરાતમાં લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન અને ધરણા  કરવાની ચિમકી આમ આદમી પાર્ટી(Aam Aadmi Party ) દ્વારા ઉચ્ચારવામાં આવી છે.

 

આ પણ વાંચો: ખેડૂતોએ કીટનાશક રસાયણ અને જંતુનાશક દવાનો સંયમ પૂર્વક કરવો ઉપયોગ, નહીં તો થઈ શકે છે નુકશાન

 

આ પણ વાંચો: પોતાની પત્ની સામે જ 7 વર્ષીય દિવ્યાંગ પુત્રીનું કરતો હતો યૌન શોષણ, આરોપી પિતાને થઈ 5 વર્ષની સજા, જાણો સમગ્ર બનાવ

Next Article