ઉદ્ધવ ઠાકરે-પીએમ મોદીની મુલાકાતથી રાજકારણ ગરમાયું, શરદ પવારે બાળ ઠાકરેની યાદ અપાવી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને પીએમ મોદીની દિલ્હીમાં બેઠક બાદ રાજકીય ગતિવિધિ તીવ્ર બની છે. એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું કે બાળાસાહેબ ઠાકરેએ ઈન્દિરા ગાંધીને આપેલા વચનનું સન્માન કર્યું હતું.

ઉદ્ધવ ઠાકરે-પીએમ મોદીની મુલાકાતથી રાજકારણ ગરમાયું, શરદ પવારે બાળ ઠાકરેની યાદ અપાવી
શરદ પવારે બાળ ઠાકરેની યાદ અપાવી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની દિલ્હીમાં બેઠક બાદ રાજ્યમાં રાજકીય ગતિવિધિ તીવ્ર બની છે. આ બેઠક બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) ના અધ્યક્ષ શરદ પવારે(Sharad Pawar)આશા વ્યક્ત કરી છે કે મહારાષ્ટ્રની મહા વિકાસ અધાડી સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે.

તેમણે સાથી શિવસેનાની પ્રશંસા કરતાં કહ્યું કે તેના પર વિશ્વાસ મૂકી શકાય છે.

ઉદ્ધવ ઠાકરે મંગળવારે નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray) મંગળવારે નવી દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. તેમજ શરદ પવાર(Sharad Pawar)ની ભાજપના નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ગયા અઠવાડિયે થયેલી મુલાકાતની પૃષ્ઠભૂમિમાં એનસીપી અધ્યક્ષનું આ નિવેદન સામે આવ્યું છે.

2024 માં ત્રણેય પક્ષો મળીને ચૂંટણી લડી શકે છે

એનસીપીના 22 મા સ્થાપના દિવસની ઉજવણીને સંબોધિત કરતાં શરદ પવારે એમ પણ કહ્યું હતું કે, આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓમાં મહારાષ્ટ્ર વિકાસ અધાડી (શિવસેના, એનસીપી અને કોંગ્રેસ) સારું પ્રદર્શન કરશે. તેમણે સંકેત આપ્યો કે 2024 માં ત્રણેય પક્ષો મળીને ચૂંટણી લડી શકે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકાર કેટલો સમય ચાલશે તે અંગે શંકાઓ સર્જાઈ રહી છે.

બાળાસાહેબ ઠાકરેએ ઈન્દિરા ગાંધીને આપેલા વચનનું સન્માન કર્યું

શરદ પવારે  કહ્યું  કે  પરંતુ શિવસેના એક એવી પાર્ટી છે કે જેના પર વિશ્વાસ કરી શકાય. બાળાસાહેબ ઠાકરેએ ઈન્દિરા ગાંધીને આપેલા વચનનું સન્માન કર્યું હતું. સરકાર પોતાનો કાર્યકાળ પૂર્ણ કરશે અને આગામી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં પણ સારું પ્રદર્શન કરશે. ”

જુદી જુદી વિચારધારાવાળી પાર્ટીઓની સરકાર બનાવી

પવારે કહ્યું, ‘અમે જુદી જુદી વિચારધારાવાળી પાર્ટીઓની સરકાર બનાવી. અમે ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ આપણે શિવસેનાની સાથે સરકાર બનાવીશું કેમ કે આપણે ક્યારેય સાથે કામ કર્યું ન હતું. પરંતુ અનુભવ સારો છે અને  કોરોના રોગચાળા દરમિયાન ત્રણેય ટીમો મળીને એક સરસ કામગીરી કરી રહી છે.