ટ્વિટરે રાહુલ, કોંગ્રેસના એકાઉન્ટ બ્લોક કરવા માટે કર્યો આ ખુલાસો

ટ્વિટરે રાહુલ, કોંગ્રેસના એકાઉન્ટ બ્લોક કરવા માટે કર્યો આ ખુલાસો
Rahul Gandhi (File Image)

ટ્વિટર અનુસાર, જો કોઈ ટ્વીટ દ્વારા તેના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે અને યુઝર તેને દૂર ન કરે તો તે ટ્વીટને  માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ દ્વારા તેને એક નોટિસની પાછળ છુપાવવામાં આવે છે. આ સાથે, ટ્વિટર એકાઉન્ટ ત્યાં સુધી બ્લોક રહે છે જ્યાં સુધી તે ટ્વિટ દૂર કરવામાં ન આવે.

TV9 GUJARATI

| Edited By: Nidhi Bhatt

Aug 12, 2021 | 3:35 PM

ટ્વિટરે રાહુલ ગાંધી સહિતન ઘણા કોંગ્રેસી નેતાઓના એકાઉન્ટ બ્લોક કરી દીધા છે. આ એકાઉન્ટ બ્લોક કરવા પાછળ ટ્વીટરે નિયમોનું ઉલ્લંઘંન જવાબદાર હોવાનુ ગણાવ્યું છે.

આ નેતાઓએ ઘણા ફોટાઓ ટ્વિટર ઉપર પોસ્ટ કર્યા હતા જે નિયમો વિરુદ્ધ હતા. ટ્વિટરના જણાવ્યા અનુસાર, આ કાર્યવાહી ગોપનીયતા અને વ્યક્તિગત સલામતી માટે કરવામાં આવી છે.

ગયા અઠવાડીયે દેશની રાજધાનીમાં 9 વર્ષની દલિત બાળકી પર બળાત્કાર અને હત્યાના કેસમાં પીડિતાના પરિવારના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરવા બદલ ટ્વિટરે રાહુલ ગાંધી સહિત અનેક કોંગ્રેસી નેતાઓના એકાઉન્ટને બ્લોક કરી દીધા છે.

કોંગ્રેસ પાર્ટીનું ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પણ બ્લોક કરી દેવામાં આવ્યું છે. ટ્વિટરના પ્રવક્તાએ ગુરુવારે આ સંદર્ભે જણાવ્યું હતું કે કંપનીના નિયમો દરેકને સમાન રીતે લાગુ પડે છે. અમે કેટલાંક ટ્વીટર એકાઉન્ટ પર કાર્યવાહી કરી છે જેમણે નિયમોનું ઉલ્લંઘન કરીને આવી તસવીરો શેર કરી હતી.

આ પ્રકારની કેટલીક અંગત માહિતી અન્ય પોસ્ટની સરખામણીએ વધુ જોખમ ઊભું કરે છે. અમારો ઉદ્દેશ્ય વ્યક્તિની ગોપનીયતા અને સુરક્ષાને પ્રાથમિકતાં આપવાનો છે.

કેટલો સમય એકાઉન્ટ રહે છે બ્લોક

પ્રવક્તાએ કહ્યું કે ટ્વિટર દરેકને ટ્વિટરના નિયમોથી પરિચિત થવા અને તેમનું ઉલ્લંઘન કરનારી કોઈપણ બાબતની જાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે.

ટ્વિટર અનુસાર, જો કોઈ ટ્વીટ દ્વારા તેના નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળે છે અને યુઝર તેને દૂર ન કરે તો તે ટ્વીટને  માઈક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ દ્વારા તેને નોટિસની પાછળ છુપાવવામાં આવે છે. આ સાથે, ટ્વિટર એકાઉન્ટ ત્યાં સુધી બ્લોક રહે છે જ્યાં સુધી તે ટ્વિટ દૂર કરવામાં ન આવે.

આ માટે કરવામાં આવી કાર્યવાહી

યુએસ આધારીત આ કંપનીએ કહ્યું કે તેને નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ રાઇટ્સ (NCPCR) દ્વારા ચોક્કસ સામગ્રી વિશે ચેતવણી આપવામાં આવી હતી.

જેમાં કથિત રીતે જાતીય શોષણ પીડિતા (સગીર) ના માતા -પિતાની ઓળખ જાહેર કરવામાં આવી હતી. આ પોસ્ટ  ટ્વિટરના નિયમો અને નીતિઓ તેમજ ભારતીય કાયદાની પણ વિરુદ્ધ હતી. માટે આ પોસ્ટ વિરુદ્ધ પગલાં લેવામાં આવ્યા હતાં.

આ પણ વાંચો : Positive News: ઓક્ટોબરમાં આવશે બાળકો માટે વેક્સિન, નાગપુરમાં બાળકો ઉપર થયું ટેસ્ટીંગ, આખરી પરીણામની જોવાઈ રહી છે રાહ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati