MAHARASHTRA : વિધાનસભાના ચોમાસું સત્રમાં હોબાળો, BJP ના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં

MUMBAI : મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્રમાં ઓબીસી અનામતને લઈને વિધાનસભામાં જોરદાર ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં કેટલાક ધારાસભ્યોસ્પીકર સુધી પહોચી ગયા હતા અને તેમાંથી એકે તેમનું માઇક ફેરવ્યું હતું. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

MAHARASHTRA : વિધાનસભાના ચોમાસું સત્રમાં હોબાળો, BJP ના 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં
FILE PHOTO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 7:13 PM

Maharashtra Assembly : મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્રમાં હોબાળો અને ગેરવર્તન કરનારા ભારતીય જનતા પાર્ટી (BJP) ના એક સાથે 12 ધારાસભ્યોને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર વિધાનસભાના ચોમાસું સત્રમાં OBC અનામતને લઈને વિધાનસભામાં જોરદાર ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં કેટલાક ધારાસભ્યો સ્પીકર સુધી પહોચી ગયા હતા અને તેમાંથી એકે તેમનું માઇક ફેરવ્યું હતું. ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી છે.

આ 12 ધારાસભ્યો એક વર્ષ માટે સસ્પેન્ડ મહારાષ્ટ્ર સરકારના સંસદીય બાબતોના પ્રધાન અનિલ પરબે વિધાનસભામાં હોબાળો કરનારા ભાજપના ધારાસભ્યોને સસ્પેન્ડ કરવા માટેનો પ્રસ્તાવ મૂક્યો, જેને ધ્વનિમતથી પસાર કરવામાં આવ્યો હતો અને BJP ના 12 ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સસ્પેન્ડ કરવામાં આવેલા ભારતીય જનતા પાર્ટીના આ 12 ધારાસભ્યોમાં અભિમન્યુ પવાર, અતુલ ભટખલકર, નારાયણ કુચે, આશિષ શેલાર, ગિરીશ મહાજન, સંજય કુટે, પરાગ અલવાની, રામ સત્પુટે, હરીશ પિમ્પલે, જયકુમાર રાવલ, યોગેશ સાગર, કીર્તિ કુમાર બગડિયા સામેલ છે.

શું થયું હતું વિધાનસભાગૃહમાં ? મહારાષ્ટ્ર સરકારના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છગન ભુજબલે વિધાનસભામાં OBC આરક્ષણ માટે કેન્દ્ર પાસેથી ઈમ્પીરીકલ ડેટા મંગાવવાનો પ્રસ્તાવ મુક્યો.

આ અંગે વિપક્ષી નેતા દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ભાજપ વતી કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે કરવાનું કહ્યું છે તે પ્રમાણે કાર્ય કરો. આ કરવાથી ફક્ત ટાઇમ પાસ થશે, અનામત મળશે નહીં. ડેટા એકત્રિત કરવાની જવાબદારી રાજ્ય પછાત આયોગની છે.

આ અંગે ભુજબલે કહ્યું કે ઉજ્જવલા ગેસ માટે કેન્દ્ર ડેટાનો ઉપયોગ કરે છે, તેને ઓબીસી અનામત માટે કેમ આપવામાં આવતું નથી?આ અંગે ફડણવીસે વાંધો ઉઠાવ્યો હતો, પણ અધ્યક્ષ દ્વારા વાંધો સ્વીકારવામાં ન આવ્યો. અધ્યક્ષે ભૂજબલને બોલતા રહેવાનું કહ્યું. આથી ભાજપના ધારાસભ્યો ગુસ્સે થયા અને પછી હોબાળો શરૂ થયો.

આ પહેલેથી ગોઠવણ કરેલી કાર્યવાહી : દેવેન્દ્ર ફડણવીસ વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે આ સસ્પેન્શન કાર્યવાહીનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે આ આ પહેલેથી ગોઠવણ કરેલી કાર્યવાહી છે, જે વિધાનસભામાં અમારી સંખ્યા ઘટાડવા માટે કરવામાં આવી છે. આવતીકાલે ભલે રાજ્ય સરકાર મારી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગનો પ્રસ્તાવ લાવે તો તો પણ ચાલશે, પણ પરંતુ હું સ્પષ્ટપણે કહું છું કે વિધાનસભાના સ્પીકર ભાસ્કર જાધવે પણ ઘણું ખોટું કામ કર્યું છે. આ સસ્પેન્શનની કાર્યવાહી બાદ તરત જ ભાજપના ધારાસભ્યોએ બેઠક બોલાવી આગળની વ્યૂહરચના અંગે ચર્ચા શરૂ કરી હતી.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">