નીતિન પટેલના નિવેદનથી જાણો કેમ જાગ્યો વિવાદઃ એક તરફ બધા અને એક તરફ હું એકલો
અમદાવાદ જાશપુરમાં ઉમિયા ધામ મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક ચોંકાવનારું અને સાંકેતિક નિવેદન કર્યું છે. નીતિન પટેલે કહ્યું કે, પૂછો તમામ ધારાસભ્યોને…એક તરફ તમામ છે અને એક તરફ હું છું. ઘણા બધાને પસંદ નથી. પણ સમય સમયે મને યાદ આવી જાય છે. આ કહેતાની સાથે ભાજપ સરકાર […]

અમદાવાદ જાશપુરમાં ઉમિયા ધામ મંદિરના શિલાન્યાસનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાત સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે એક ચોંકાવનારું અને સાંકેતિક નિવેદન કર્યું છે. નીતિન પટેલે કહ્યું કે, પૂછો તમામ ધારાસભ્યોને…એક તરફ તમામ છે અને એક તરફ હું છું. ઘણા બધાને પસંદ નથી. પણ સમય સમયે મને યાદ આવી જાય છે. આ કહેતાની સાથે ભાજપ સરકાર અને સંગઠન બંનેમાં બધું સમુ-સુતરુ નથી. તે વાત સાબિત થઈ જાય છે. આમ તો તેમની આ માર્મિક ટકોર હતી. પણ આ નિવેદનથી વિવાદ ઉભરવો સ્વભાવિક છે.
નીતિન પટેલ એટલાથી જ ન રોકાયા. નીતિન પટેલ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે પાટીદાર સમાજના અગ્રણીઓ તો હતા. પણ ભાજપના પ્રદેશ પ્રમુખ અને મોટાભાગના ધારાસભ્યો ઉપસ્થિત હતા. નાયબ મુખ્યપ્રધાને કહ્યું કે, તમારા બધાના સહયોગથી અને માતાજીના આશીર્વાદથી અહીં સુધી પહોંચ્યો છું.
શું કહે છે ભાજપ અને સરકારના અગ્રણીઓ
સરકારના એક પ્રધાને જણાવ્યું કે, સરકારમાં સિનિયર અને જુનિયર પ્રધાનો વચ્ચે બનતું નથી. અનેક વખત તો કોઈ નિર્ણયને અમલ કરાવવાને લઈને વિલંબ પણ આ જ કારણેથી થાય છે. જેમાં LRD પરીક્ષાઓ રદ કરવી કે નહી, વિદ્યાર્થી આદોલનના સમાધાનના મુદ્દાઓ અને ટ્રાફિક નિયમોમાં હેલ્મેટ મુદ્દે પણ સરકારમાં મતાન્તર જોવા મળ્યા છે. ત્યારે નીતિન પટેલ આખા બોલા છે. તેઓ પોતાની લાગણીઓ વ્યક્ત કરી દે છે. જ્યારે બાકીના પ્રધાનો બોલી શકતા નથી.
ભાજપ સંગઠનના સિનિયર નેતાએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, સરકાર કે સંગઠનમાં અનેક ‘જૂથો’ હાલ કામ કરી રહ્યા છે. જેમાં ઓબીસી, અનુસુચિત જાતિના જૂથ અને પાટીદાર સહિત સવર્ણ જૂથો…તો ક્ષત્રિય જૂથો એક બીજા પર કબજો જમાવવા માટે કામ કરી રહ્યા છે.
ભાજપના પાટીદાર ધારાસભ્યએ પણ જણાવ્યું કે, નીતિન પટેલે પોતાની વાત કહીને 2017ની યાદોને તાજી કરી છે. જ્યારે તેમને નિશ્ચત વિભાગો અપાયા ન હતા અને વિવાદ થયો હતો. અને તેમને નારાજ થવાની જરુર પડી હતી.
કોંગ્રેસ લઈ રહી છે ચૂટકી
કોંગ્રેસના નેતાઓને નીતિન પટેલના નિવેદનથી સરકારને ઘેરવાનો મોકો મળ્યો છે. મનિષ દોશીના મતે, CM વિજય રુપાણી અને ડેપ્યુટી સીએમ નિતિન પટેલ વચ્ચે જે રીતે સરકારમાં વર્ચસ્વની લડાઇ ચાલી રહી છે. તેનું પ્રતિરુપણ તરીકે નીતિન પટેલ આ બોલી રહ્યા છે. આંતરિક લડાઈ ચરમસીમાએ છે. અને એટલા માટે જ રાજ્યની પ્રજાને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સરકારમાં પોલિસી પેરાલિસીસ છે.
શું કહી રહ્યા છે રાજકીય નિષ્ણાતો
રાજકીય નિષ્ણાત પ્રશાંત ગઢવીએ જણાવ્યું કે, 2017ની ચૂંટણી પછી જ્યારે નીતિન પટેલને ડેપ્યુટી સીએમ પદ તો મળ્યું છતાં તેમને લાગ્યું કે, તેમના કદ પ્રમાણે વેતરવા માટે તેમની પાસેથી અનેક વિભાગો લઈ લેવાયા છે. પરિણામે તેઓ બે દિવસ સુધી નારાજ થઈને ઘરે બેસી ગયા હતા. મામલો વડા પ્રધાન નરેન્દ્રમોદી અને અમિત શાહ સુધી પહોંચ્યો હતો. પણ મામલો વિજય રુપાણીના કારણે બગળ્યો હોવાનો અહેસાસ નીતિન પટેલને હંમેશા રહે છે. જેથી સમયાન્તરે તેઓ પોતાના દર્દને જાહેરમાં વ્યક્ત કરી દે છે. તે સિવાય પણ અનેક અવસરે પાર્ટીએ તેમનો સાથ છોડી દીધો હોવાનો અહેસાસ નીતિન પટેલને થયા કરે છે. અને એટલે જ સરકારમાં કમ સે કેમ CM અને ડેપ્યુટી CM વચ્ચે મનમેળ ન હોવાનો અહેસાસ થયા કરે છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો