Gujarat : ભાજપ સંગઠનના સૌથી મહત્વના સમાચાર,નવા સંગઠન મહામંત્રી તરીકે રત્નાકર જીને સોંપાયો ચાર્જ

|

Aug 01, 2021 | 10:12 AM

ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાને હટાવીને મહામંત્રી પદનો ચાર્જ રત્નાકર જીને સોંપવામાં આવ્યો છે.ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે

ભાજપ સંગઠનના સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે.સંગઠન મહામંત્રી તરીકે ભીખુભાઇ દલસાણીયાને હટાવીને રત્નાકર જીને મહામંત્રીનો (General Secretary)ચાર્જ સોંપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે,છેલ્લા દસ વર્ષથી ભીખુભાઈ દલસાણીયા ગુજરાત સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હતા.

 

ભીખુભાઇ દલસાણીયાને કોઈ અન્ય જવાબદારી સોંપવામાં આવે તેવા સંકેત જોવા મળી રહ્યા છે.મહત્વનું છે કે, ભાજપની હાઈ કમિટી(High Committee) દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.આપને જણાવવું રહ્યું કે, રત્નાકરજી આ પહેલા પણ તેઓ ઘણી જવાબદારી નિભાવી ચૂક્યા છે.આગામી 2022 ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરાયો હોવનું માનવામાં આવી રહ્યું છે.

શ્રી રત્નાકર જી એક ભારતીય રાજકીય અને ભાજપના અગ્રણી વ્યૂહાત્મક નેતા છે. તેઓ બિહાર ક્ષેત્ર (Bihar Region) માટે સંગઠનના રાજ્ય સંયુક્ત મહામંત્રી છે. તેઓ શરૂઆતના દિવસોમાં સામાજિક કાર્યકર તરીકે સંઘ સાથે જોડાયેલા હતા.

ભાજપ દ્વારા રત્નાકરજીને 2017 માં સામાન્ય વિધાનસભાની ચૂંટણી (Assembly Election) પહેલા કાશી અને ગોરખપુર વિસ્તારના સંગઠન સચિવ (Secretary of the Organization) બનાવવામાં આવ્યા હતા. રત્નાકરે યુપી વિધાનસભા ચૂંટણી 2017,લોકસભા ચૂંટણી 2019,બિહાર વિધાનસભા ચૂંટણી 2020 અને બંગાળ વિધાનસભા ચૂંટણી, 2021 માં મહત્વનું યોગદાન આપ્યું હતું. બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં, ગ્રાસ-રૂટ લેવલ પર તેમનું કાર્ય જોઈને તેમને માઈક્રો મેનેજમેન્ટના માસ્ટર પણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, રત્નાકરજીને રાજ્ય સ્તરે એક પ્રભાવશાળી અને સક્રિય વ્યૂહાત્મક નેતા માનવામાં આવે છે.

 

 

આ પણ વાંચો: Gujarat માં આગામી ચાર દિવસ દરિયો તોફાની રહેવાની શક્યતા, માછીમારોને દરિયો ના ખેડવા સૂચના

આ પણ વાંચો: ગુજરાતમાં રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ, 1 ઓગસ્ટથી સતત નવ દિવસ વિકાસલક્ષી કાર્યક્રમો

Published On - 8:45 am, Sun, 1 August 21

Next Video