ટ્રેકટર રેલીને લઈને સુપ્રીમ કોર્ટની ટીપ્પણી પર બોલ્યા ખેડૂત નેતા ‘આ અમારી જીત છે’

|

Jan 18, 2021 | 7:20 PM

ખેડૂતો દ્વારા 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલીની વિરૂદ્ધ દિલ્લી પોલીસ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે જે ટીપ્પણી કરી તેના લઈને ખેડૂત નેતાએ કહ્યું કે 'આ અમારી જીત છે'.

ટ્રેકટર રેલીને લઈને સુપ્રીમ કોર્ટની ટીપ્પણી પર બોલ્યા ખેડૂત નેતા આ અમારી જીત છે

Follow us on

ખેડૂતો દ્વારા 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલીની વિરૂદ્ધ દિલ્લી પોલીસ દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટે જે ટીપ્પણી કરી તેના લઈને ખેડૂત નેતાએ કહ્યું કે ‘આ અમારી જીત છે’. ખેડૂત નેતા સતનામસિંહ પન્નૂએ મીડિયા સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે સુપ્રીમ કોર્ટનું ટ્રેકટર રેલી મામલામાં દખલ ના કરવું એ અમારી જીત છે. પોલીસ અને કેન્દ્ર સરકાર આ મામલે ખેડૂતો સાથે વાત કરે. અમે શાંતીપૂર્ણ રીતે રેલી નીકાળીશું. તેમણે કહ્યું કે અમે રેલીથી ગણતંત્ર દિવસની પરેડને પરેશાન નહીં કરીએ. અમે અલગ વિસ્તારમાં અમારી રેલી નીકાળીશું. અગર જો પોલીસ રોકશે તો પણ અમે ટ્રેકટર રેલી કાઢવાના જ છીએ.

 

જયારે ભારતીય કિસાન યુનિયન પંજાબના મહાસચિવ પરમજીતસિંહે કહ્યું કે ‘ખેડૂતો રાજપથ અને ઉચ્ચ સુરક્ષાવાળા ક્ષેત્રોમાં રેલી નહીં કાઢે. તેમણે કહ્યું કે ફક્ત દિલ્લીના આઉટર રિંગ રોડ પર રેલી કાઢીશું અને તેનાથી પ્રજાસત્તાક દિવસની પરેડમાં કોઈ અડચણો ઉભી નહીં થાય’. તેમણે કહ્યું હતું કે “અમે દિલ્લીની સીમાઓ પર અટકેલા છીએ. અમે આ સરહદો પર બેસવાનો ફેંસલો ખુદ નહોતો કર્યો. અમને દિલ્લીમાં પ્રવેશતા રોકવામાં આવ્યાં. કાયદો અને વ્યવસ્થાને નુકશાન ન પહોંચે તે રીતે અમે શાંતીપૂર્વક રેલી કાઢીશું. અમે અમારા સંવૈધાનિક અધિકારનો ઉપયોગ કરીશું અને નિશ્ચિત રીતે દિલ્લીમાં પ્રવેશ કરીશું.”

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

અખીલ ભારતીય કિસાન સભાના પંજાબના ઉપાધ્યક્ષ લખબીરસિંહે કહ્યું કે ‘ખેડૂતો 26 જાન્યુઆરીએ આઉટર રીંગ રોડ પર ટ્રેકટર ટ્રોલી નીકાળ્યા બાદ પ્રદર્શન સ્થળ પર પરત આવશે’. લખબીરે કહ્યું હતું કે જો દિલ્લી પોલીસને ગણતંત્ર દિવસ પર કાયદા વ્યવસ્થાને લઈને કોઈ સમસ્યા છે તો તેઓ સંયુક્ત કિસાન મોર્ચા સાથે બેઠક કરી શકે છે અને ટ્રેકટર રેલી માટે વૈક્લ્પીક માર્ગો વિશે બતાવી શકે છે. ત્યારબાદ અમારી કિસાન સમિતિ તેના પર ફેંસલો કરશે પણ એ સ્પષ્ટ છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં 26 જાન્યુઆરીએ ટ્રેકટર રેલી કાઢવામાં આવશે.

 

સુપ્રીમ કોર્ટે સોમવારે કેન્દ્ર સરકારને કહ્યું કે 26 જાન્યુઆરીએ ખેડૂતોની પ્રસ્તાવીક ટ્રેકટર રેલી કાયદા-વ્યવસ્થા સાથે જોડાયેલો મામલો છે અને આ ફેંસલો કરવાનો પહેલો અધિકાર પોલીસને છે કે રાષ્ટ્રીય રાજધાનીમાં કોને પ્રવેશની પરવાનગી આપવી જોઈએ. પ્રાસ્તવિક ટ્રેકટર કે ટ્રોલી રેલી અથવા ગણતંત્ર દિવસ પર સમારોહ અને સભાઓને અડચણો નાંખવાની કોશીષ કરનાર પર તથા અન્ય પ્રદર્શનો પર રોક લગાવવાનો મુદ્દો છે. જે માટે કેન્દ્રની અરજી પર સુનાવણી દરમ્યાન ઉચ્ચ અદાલતે કહ્યું કે પોલીસ પાસે આ મામલો સુલઝાવવાનો પૂરો અધિકાર છે. પ્રધાન ન્યાયાધીશ એસ.એ.બોબડે, ન્યાયમૂર્તિ એલ.નાગેશ્વર રાવ અને ન્યાયમૂર્તી વિનીત શરણની પીઠે આ મામલાની સુનાવણી પર કહ્યું કે ‘શું ઉચ્ચ ન્યાયાલય એ બતાવશે કે પોલીસની શું તાકાત છે અને તેનો તે કઈ રીતે ઉપયોગ કરશે’. અમે તમને એ કહેવા નથી જઈ રહ્યાં કે તમારે શું કરવું જોઈએ.

 

મહત્વનું છે કે પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ સહિત દેશના વિભિન્ન હિસ્સાઓમાંથી આવેલા હજારો ખેડૂતો છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી દિલ્લીની અલગ અલગ સરહદો પર ત્રણેય નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરતા ધરણા પ્રદર્શન કરી રહ્યાં છે. સરકાર અને ખેડૂતો વચ્ચે 10માં તબક્કાની વાતચીત 19 જાન્યુઆરીએ થવાની નક્કી છે.

 

આ પણ વાંચો: પટૌડી ખાનદાનના લાડલા IBRAHIM ALI KHANએ જોઈન કર્યું ઓલ સ્ટાર ફૂટબોલ કલબ

Next Article