કોરોનાથી મૃત્યુ પામેલા કોરોના વોરીયર્સના પરીવારજનો માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ત્રણ જાહેરાત, સરકારી આવાસમાં અગ્રતા અપાશે, સારવાર માટે અમૃતમ-વાત્સલ્ય કાર્ડ અપાશે, મૃતકના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ અપાશે.

કોરોનામાં સેવા કરનારા વોરિયર્સ કે જેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરીવારજનો સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે વાતચીત કરી હતી. જે કોરોના વોરીયર્સ મુત્યુ પામ્યા છે તેમના 25 લાખ લેખે સહાય આપવામાં આવી છે. જે કોઈ બાકી છે તેમને ટુક સમયમાં ચુકવાઈ જશે તેવી ખાતરી મુખ્યપ્રધાને ઉચ્ચારી છે. તો સાથોસાથ મૃત્યુ પામેલા કોરોના વોરીયર્સના પરિવારજનો માટે […]

કોરોનાથી મૃત્યુ પામેલા કોરોના વોરીયર્સના પરીવારજનો માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ત્રણ જાહેરાત, સરકારી આવાસમાં અગ્રતા અપાશે, સારવાર માટે અમૃતમ-વાત્સલ્ય કાર્ડ અપાશે, મૃતકના સંતાનોને મુખ્યમંત્રી સ્વાવલંબન યોજનામાં લાભ અપાશે.
Follow Us:
| Updated on: Sep 21, 2020 | 11:12 AM

કોરોનામાં સેવા કરનારા વોરિયર્સ કે જેઓ મૃત્યુ પામ્યા છે તેમના પરીવારજનો સાથે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આજે વાતચીત કરી હતી. જે કોરોના વોરીયર્સ મુત્યુ પામ્યા છે તેમના 25 લાખ લેખે સહાય આપવામાં આવી છે. જે કોઈ બાકી છે તેમને ટુક સમયમાં ચુકવાઈ જશે તેવી ખાતરી મુખ્યપ્રધાને ઉચ્ચારી છે. તો સાથોસાથ મૃત્યુ પામેલા કોરોના વોરીયર્સના પરિવારજનો માટે પણ કેટલીક જાહેરાત મુખ્યપ્રધાને કરી છે. જેમાં જે કોઈ કોરોના વોરીયર્સ મૃત્યુ પામ્યા હોય અને તેમના નામે કોઈ મકાન ના હોય તો સરકારી આવાસ યોજનામાં તેમને ડ્રો કર્યા વિના મકાન અપાશે. મૃતક કોરોના વોરીયર્સના સંતાનો કે જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવતા હશે તેમને મુખ્યપ્રધાન સ્વાવલંબન યોજનામાં લાભ અપાશે. આ ઉપરાંત મૃતક કોરોના વોરીયર્સના પરીવારજનોને અમૃતમ અને વાત્સલ્ય યોજનાનુ કાર્ડ કોઈ પણ ધારાધોરણ વિના અપાશે જેથી કરીને તેમને રૂ. 3 લાખની મર્યાદામાં તબીબી સારવાર લઈ શકે.

અમદાવાદની શ્રેય હોસ્પિટલના આઈસીયુ વોર્ડમાં લાગેલી આગમાં મૃત્યુ પામેલ 8 દર્દીઓના મોત બાબતે ઉચ્ચ સનદી અધિકારીને તપાસ સોપી છે. જેમની બેદરકારીી હશે તેમની સામે કેસ નોંધાશે. આજે શહેરી વિકાસ વિભાગને સુચના આપી છે. કે રાજ્યભરની મહાનગરપાલિકામાં જેટલી પણ હોસ્પિટલ છે તેમા તમામ નિયમોનું પાલન કરાય અને જે કોઈ ખામી હોય તેના માટે બે ત્રણ દિવસનો સમય આપીને તે ખામી દુર કરવા અને જો સમયમર્યાદામાં પૂરી ના કરે તો કાયદેસરની કાર્યવાહી કરવા તાકીદ કરી છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">