પંદર વર્ષ બાદ, જાન્યુઆરી 2019માં ખુલાસો થશે કે મનમોહન સિંહ કેમ અને કઈ રીતે વડાપ્રધાન બન્યાં, જાણો કોણ કરશે આ ખુલાસો

|

Dec 28, 2018 | 12:41 PM

અભિનેતા અનુપમ ખેરની ફિલ્મ ‘THE ACCIDENTAL PRIME MINISTER TRAILER’નું ટ્રેલર આજે મુંબઈમાં લૉંચ થયું. ફિલ્મ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ પર છે. ફિલ્મમાં તેમનું પાત્ર પોતે અનુપમ ખેર ભજવી રહ્યા છે. ફિલ્મની કહાની રાજકીય છે અને તેથી તેની અસર રાજકારણ તથા લોકસભા ચૂંટણી 2019 ઉપર પણ પડશે, કારણ કે ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ થવાની […]

પંદર વર્ષ બાદ, જાન્યુઆરી 2019માં ખુલાસો થશે કે મનમોહન સિંહ કેમ અને કઈ રીતે વડાપ્રધાન બન્યાં, જાણો કોણ કરશે આ ખુલાસો

Follow us on

અભિનેતા અનુપમ ખેરની ફિલ્મ ‘THE ACCIDENTAL PRIME MINISTER TRAILER’નું ટ્રેલર આજે મુંબઈમાં લૉંચ થયું. ફિલ્મ ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહ પર છે. ફિલ્મમાં તેમનું પાત્ર પોતે અનુપમ ખેર ભજવી રહ્યા છે.

ફિલ્મની કહાની રાજકીય છે અને તેથી તેની અસર રાજકારણ તથા લોકસભા ચૂંટણી 2019 ઉપર પણ પડશે, કારણ કે ફિલ્મ લોકસભા ચૂંટણી પહેલા રિલીઝ થવાની છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

કહેવાય છે કે આ ફિલ્મનો કૉંગ્રેસના વિરોધીઓ રેફરંસ તરીકે ઉપયોગ કરી શકે છે. ફિલ્મમાં અક્ષય ખન્ના પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. અક્ષયે સંજય બરુઆનો રોલ કર્યો છે. સંજય બરુઆ મનમોહન સિંહના મીડિયા સલાહકાર હતાં. તેમના પુસ્તક પર આધારિત જ ફિલ્મની કહાની છે.

THE ACCIDENTAL PRIME MINISTER TRAILER ફિલ્મનું લૉંચ કરવામાં આવેલુ ટ્રેલર લગભગ 2.43 મિનિટનું છે. તેની શરુઆતમાં મનમોહન સિંહના રોલમાં અનુપમ ખેર નજરે પડે છે. સંજય બરુઆનો રોલ કરતા અક્ષય ખન્ના શરુઆતમાં જ સ્પષ્ટ કરી દે છે, ‘મને તો ડૉ. સાહેબ (મનમોહન સિંહ) ભીષ્ણ જેવા લાગે છે કે જેમનામાં કોઈ બુરાઈ નથી, પણ તેઓ ફૅમિલી ડ્રામાના વિક્ટિમ બની ગયાં. મહાભારતમાં બે ફૅમિલીઝ હતી, ઇન્ડિયામાં તો એક જ છે.’

ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે ફિલ્મમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધીની ભૂમિકા અને મનમોહનના વડાપ્રધાન બનવા પાછળની કહાનીઓ દર્શાવવામાં આવશે.  ટ્રેલર જોઈને એવું પણ લાગે છે કે ફિલ્મમાં મનમોહન સિંહ નહીં, પણ કૉંગ્રેસના આંતરિક રાજકારણ, સોનિયા ગાંધી અને તેમના પરિવાર પર નિશાન સાધવામાં આવ્યું છે.

આપ પણ જુઓ ફિલ્મનું ટ્રેલર :

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channelube channel”]

Published On - 11:07 am, Thu, 27 December 18

Next Article