Surat: AAPને ભાજપની “બી” પાર્ટી ગણાવવાના હાર્દિકના નિવેદન પર ગોપાલ ઈટાલિયાનો પલટવાર

|

Jun 24, 2021 | 4:33 PM

હાર્દિક પટેલે (Hardik Patel) પહેલીવાર આપમાં જોડાવા અંગે તમામ અટકળો પર અંત લાવતા જણાવ્યું હતું કે તે જ્યાં છે ત્યાં બરાબર છે.

Surat: AAPને ભાજપની બી પાર્ટી ગણાવવાના હાર્દિકના નિવેદન પર ગોપાલ ઈટાલિયાનો પલટવાર
રાહુલ ગાંધી અને હાર્દિક પટેલ

Follow us on

Surat: કોંગ્રેસના(Congress) પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ(Rahul Gandhi) આજે માનહાનીના કેસમાં સુરત કોર્ટમાં હાજરી આપી હતી. રાહુલ ગાંધીની મુલાકાતથી ગઈકાલથી જ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ સુરતમાં ધામા નાંખ્યા હતા. આ સાથે જ રાહુલ ગાંધીના સ્વાગત માટે પહોંચી ગયા હતા.

 

આ મામલે આજે એરપોર્ટ પર હાર્દિક પટેલે (Hardik Patel) પહેલીવાર આપમાં જોડાવા અંગે તમામ અટકળો પર અંત લાવતા જણાવ્યું હતું કે તે જ્યાં છે ત્યાં બરાબર છે. આમ આદમી પાર્ટીમાં(Aam Adami Party) તે નહીં જોડાય. વધુમાં હાર્દિક પટેલે ઉમેર્યું હતું કે ભાજપની નારાજગીનો ફાયદો આપને મળી રહ્યો છે. એટલે કે આપ ભાજપની બી પાર્ટી છે. આપ મતોનું ધ્રુવીકરણ કરીને ભાજપને જ જીતાડવાનું કામ કરી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

જોકે આ મામલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાએ (Gopal Italiya) પલટવાર કરતા જણાવ્યું છે કે, ભાજપ સામે નારાજગીનો ફાયદો કોંગ્રેસને થવો જોઈએ પણ તેની જગ્યાએ આમ આદમી પાર્ટીને લોકો પસંદ કરતાં હોય તો તે કોંગ્રેસ માટે શરમજનક કહેવાય. હાર્દિકના નિવેદન બાબતે તેમણે ઉમેર્યું હતું કે તે રાહુલ ગાંધીને સારું લગાડવા અને કોંગ્રેસમાં પ્રદેશ અધ્યક્ષની જગ્યા મેળવવા આ નિવેદન કરાઈ રહ્યા છે. જોકે આમ આદમી પાર્ટી સામે બોલવાથી નુકશાન તેમને જ છે.

 

વધુમાં ગોપાલ ઈટાલિયાએ ઉમેર્યું હતું કે મનીષ સીસોદીયાનો કાર્યક્રમ આગામી દિવસોમાં ફરી નક્કી થશે. માત્ર સુરતમાં જ નહીં ગુજરાતમાં નવાજુની થશે. તેઓએ વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું પણ ઉમેરી દીધું છે.

 

આ પણ વાંચો: Ahmedabad Corona vaccination: શહેરમાં 100% રસીનો ટાર્ગેટ પુરો કરવા AMC સોસાયટીઓનાં ચેરમેનનાં ભરોસે, સભ્યોએ રસી લીધી કે નહી તેનું બાંહેધરીપત્રક આપવું પડશે

Next Article