કોણ છે ઉપવાસ બેઠેલાં આ બંને યુવાનો જેને મળવા ખુદ સુરત કલેકટર અને DCP પહોંચ્યા અને આપી શ્રીમદ્ ભાગવત ગીતા ભેટમાં
સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડીયાના આમરણાંત ઉપવાસના આજે નવમા દિવસે પણ ઉપવાસ ચાલુ રહેતા સુરત કલેકટર ડો.ધવલ પટેલ અને સુરત પોલિસ ઝોન 1 DCP બારોટ તથા અન્ય અધિકારીશ્રીઓ એ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી. TV9 Gujarati કલેકટર સાહેબએ ખાસ સૂચન કર્યું કે છેલ્લાં ત્રણ દિવસમાં રિપોર્ટ આવ્યા છે તેને ધ્યાનમાં રાખી કલેકટર […]
સુરત પાસ કન્વીનર ધાર્મિક માલવિયા અને નિકુંજ કાકડીયાના આમરણાંત ઉપવાસના આજે નવમા દિવસે પણ ઉપવાસ ચાલુ રહેતા સુરત કલેકટર ડો.ધવલ પટેલ અને સુરત પોલિસ ઝોન 1 DCP બારોટ તથા અન્ય અધિકારીશ્રીઓ એ ઉપવાસ છાવણીની મુલાકાત લીધી હતી.
કલેકટર સાહેબએ ખાસ સૂચન કર્યું કે છેલ્લાં ત્રણ દિવસમાં રિપોર્ટ આવ્યા છે તેને ધ્યાનમાં રાખી કલેકટર અને પોલીસ અધિકારી મુલાકાત લેવા માટે આવી પહોંચ્યા. શરીર પર જે રિપોર્ટ જોતા ગંભીર અસર થઇ રહી છે જેથી હોસ્પિટલાઇઝ થઇ સારવાર લેવા તેવી વિનંતી કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય જાળવવું એ પહેલી જવાબદારી છે આપની તમામ રજૂઆત સરકારશ્રી મોકલી આપેલ છે અને તે બાબતે કંઇક ઉકેલ આવશે પણ સ્વાસ્થ્ય જાળવવુ જરૂરી છે તેવું ડો.ધવલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું હતું. બાદમાં ઉપવાસ છોડી અને હોસ્પિટલ સારવાર માટે ઝડપી નિર્ણય લો તેવી વિનંતી કરી સાથે કલેકટર શ્રી દ્વારા ધાર્મિક માલવીયા અને નિકુંજ કાકડીયાને શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પુસ્તક ભેટ આપ્યું.
[yop_poll id=1665]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]