VIDEO: મહારાષ્ટ્રમાં રાજ્યપાલે આ પાર્ટીને સરકાર બનાવવા માટે આપ્યું આમંત્રણ

|

Nov 10, 2019 | 10:52 AM

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના મામલે મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપના નેતા સુધીર મુંગટીવારે કહ્યું કે, રાજ્યપાલે તેમને સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. પરંતુ ભાજપ પાસે હજુ પણ બહુમત સાબીત થાય તેટલી બેઠક નથી. તો સાથે અત્યાર સુધી ભાજપ અને શિવસેના વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું હતું. હવે ભાજપ-શિવસેના-NCP-કોંગ્રેસ સરકાર બનાવવા માટે સક્રિય […]

VIDEO: મહારાષ્ટ્રમાં રાજ્યપાલે આ પાર્ટીને સરકાર બનાવવા માટે આપ્યું આમંત્રણ

Follow us on

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના મામલે મનોમંથન ચાલી રહ્યું છે. ભાજપના નેતા સુધીર મુંગટીવારે કહ્યું કે, રાજ્યપાલે તેમને સૌથી મોટી પાર્ટી તરીકે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. પરંતુ ભાજપ પાસે હજુ પણ બહુમત સાબીત થાય તેટલી બેઠક નથી. તો સાથે અત્યાર સુધી ભાજપ અને શિવસેના વચ્ચે વાકયુદ્ધ ચાલી રહ્યું હતું. હવે ભાજપ-શિવસેના-NCP-કોંગ્રેસ સરકાર બનાવવા માટે સક્રિય થયા છે. શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, શિવસેના સરકાર બનાવવાની જવાબદારી લઈ શકે છે.

આ પણ વાંચોઃ Cyclone Bulbul: આગામી 12 કલાક ખુબ જ ખતરનાક, વડાપ્રધાન મોદીએ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી સાથે કરી વાતચીત

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની આગેવાનીમાં પાર્ટીના ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. અને આ બેઠકમાં આદિત્ય નહીં પણ ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાની નવી માગણીએ જન્મ લીધો છે. જો કે આ પહેલા શિવસેનાના કેટલાક ધારાસભ્ય આદિત્ય ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાની માગણી કરી રહ્યા હતા.

શિવસેનાના તમામ ધારાસભ્યો હોટલ રિટ્રીટમાં રોકાયા છે. જ્યાં રવિવારે ઉદ્ધવ ઠાકરેએ તમામ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ઉદ્ધવ ઠાકરે સાથે તેમના પત્ની પણ સાથે હતા. બેઠકમાં ઉદ્ધવ ઠાકરેને મુખ્યપ્રધાન બનાવવાની માગણી પહેલા મુંબઈના રસ્તાઓ પર પણ આ પ્રકારની માગ સાથે પોસ્ટર લાગ્યા હતા.

Next Article