ખેડૂતો આંદોલનના સમર્થનમાં શંકરસિંહ પણ જોડાયા, પદયાત્રા-ઉપવાસની કરી જાહેરાત

|

Dec 25, 2020 | 8:06 PM

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે તેઓ 26 ડિસેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમથી નવી દિલ્હીના રાજ ઘાટ સુધીની પદયાત્રા નિકાળશે . તેમ છતાં  જો કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા પરત નહિ લે, તો ખેડૂતો સાથે અનિશ્ચિત ઉપવાસ કરશે. ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સંબોધન કરતાં વાઘેલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂત કાયદાઓ પરત […]

ખેડૂતો આંદોલનના સમર્થનમાં શંકરસિંહ પણ જોડાયા, પદયાત્રા-ઉપવાસની કરી જાહેરાત

Follow us on

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી હતી કે તેઓ 26 ડિસેમ્બરે અમદાવાદના ગાંધી આશ્રમથી નવી દિલ્હીના રાજ ઘાટ સુધીની પદયાત્રા નિકાળશે . તેમ છતાં  જો કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા પરત નહિ લે, તો ખેડૂતો સાથે અનિશ્ચિત ઉપવાસ કરશે.

ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને સંબોધન કરતાં વાઘેલાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર વિરુદ્ધ ખેડૂત કાયદાઓ પરત લેવા આંદોલન શરૂ થયા બાદ સરકાર  ખેડુતોને ભરમાવી રહી છે અને ખોટા વાયદાઓ કરી રહી છે.

તેમણે  ઉમેર્યું કે “ભાજપના મંત્રીઓ  અને નેતાઓ ખેડુતોને આતંકવાદીઓ, નક્સલવાદીઓ, ખાલિસ્તાની સમર્થકો અથવા રાષ્ટ્રવિરોધી કહેવામાં વ્યસ્ત છે અને આંદોલન કરતા  ખેડૂતો સાથે વાતચીત કરવાનો તેમની તરફથી કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી. વાઘેલાએ જણાવ્યું હતું કે મેં અગાઉ પણ  ખેડુતોની માંગને ધ્યાનમાં લેવા અને ત્રણ નવા ખેતી કાયદાઑને પાછું ખેંચવા માટે કેન્દ્ર સરકારને 25 ડિસેમ્બર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

તેમણે ઉમેર્યું કે, અમે જોઈશુ કે  ભાજપ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના વિચારોને સન્માન માન આપે છે.   કેમ કે 25 ડિસેમ્બર તેમની જન્મજયંતિ છે. જો સરકાર કોઈ નિર્ણય લેવામાં નિષ્ફળ જશે  તો હું 100 સ્વયંસેવકો અને ખેડુતો સાથે ગાંધી આશ્રમથી દિલ્હી રાજ ઘાટ સુધી કૂચ કરીશ… અમે અમદાવાદથી દિલ્હી સુધી રોડ માર્ગે  મુસાફરી કરીશું અને પછી અનિશ્ચિત ઉપવાસનું આયોજન કરીશું.

Published On - 3:14 pm, Fri, 25 December 20

Next Article