પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કાની ચૂંટણી, 34 બેઠક માટે 284 ઉમેદવારો વચ્ચે જંગ, સવારે 11 વાગ્યા સુધીમાં 37.72 ટકા નોંધાયું મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ( West Bengal Assembly Election ) 34 બેઠકો માટે સાતમા તબક્કાની ચૂંટણી આજે 26મી એપ્રિલ 2021ના રોજ યોજાઈ રહી છે. 12,068 મતદાન મથકો પર કુલ 86 લાખથી વધુ મતદારો નોધાયેલા છે. સવારે 11 વાગ્યા સુધીમાં 37.72 ટકા નોંધાયું મતદાન

પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કાની ચૂંટણી, 34 બેઠક માટે 284 ઉમેદવારો વચ્ચે જંગ, સવારે 11 વાગ્યા સુધીમાં 37.72 ટકા નોંધાયું મતદાન
પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કાની ચૂંટણી, 34 બેઠક માટે 284 ઉમેદવારો વચ્ચે જંગ
Follow Us:
| Updated on: Apr 26, 2021 | 11:46 AM

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં  (West Bengal Assembly Election)  આજે સાતમા તબક્કાની ચૂંટણી માટે મતદાન યોજાઈ રહ્યું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જીના ગઢ ગણાતા ભવાનીપુર સહિત 34 બેઠકો ઉપર ચૂટણી થઈ રહી છે. આ 34 બેઠકો માટે 284 ઉમેદવારો તેમનુ ભાવિ અજમાવી રહ્યાં છે. સાતમાં તબક્કાની ચૂંટણીમા 12,068 મતદાન મથકો પર, મતદાન કરવામાં આવી રહ્યું છે. સાતમા તબક્કામાં કુલ 86 લાખથી વધુ મતદારો નોંધાયેલા છે.

તમામની નજર પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ગઢ એવા ભવાનીપુર મત વિસ્તાર પર છે. જ્યાંથી તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી એક સીટીંગ ધારાસભ્ય તરીકે છે અને તેઓ આ મતવિસ્તારના રહેવાસી છે. ઉમેદવાર તરીકે નામાંકિત થયેલ ભાજપે ભવનીપુરથી અભિનેતા રૂદ્રનીલ ઘોષને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. રૂદ્રનીલ ઘોષ તૃણમૂલ કોંગ્રેસ છોડીને ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. ભાજપે તેમને જ આ બેઠક પરથી ચૂંટણી લડાવી રહી છે

સોમવાર 26મી એપ્રિલને 2021ના રોજ, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન દરમિયાન કોવિડ -19 ની બીજી મહાભંયકર લહેર દરમિયાન ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પંચના એક અધિકારીએ કહ્યું કે ચૂંટણી પૂર્વેના તબક્કાઓમાં હિંસાના પગલે સાતમા તબક્કાના મતદાન માટે સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા આ સાતમા તબક્કાની ચૂંટણી માટે કેન્દ્રીય દળોની ઓછામાં ઓછી 796 કંપનીઓ તહેનાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાય. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એન્ટી કોવિડ -19 પ્રોટોકોલનું કડક પાલન કરવા માટે કેટલાક સુનિશ્ચિત પગલાં પણ લેવામાં આવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

મતદાનના આ સાતમા તબક્કામાં 12,068 મતદાન મથકો પર મતદાન થશે. બધાની નજર ભવાનીપુર મત વિસ્તાર પર રહેશે, જ્યાંથી તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જી સીટીંગ ધારાસભ્ય છે અને તે આ વિસ્તારની રહેવાસી છે. આ બેઠક પરથી ભાજપ તરફથી તૃણમૂલ કોંગ્રેસ છોડીને આવેલા અભિનેતા રૂદ્રનીલ ઘોષ લડી રહ્યાં છે.

મમતા બેનર્જી હાલમાં ભવાનીપુર મતવિસ્તારના ધારાસભ્ય છે. તેઓ આ મત વિસ્તારના રહેવાસી છે. મમતા બેનર્જીએ આ વખતે ભવાનીપુરને બદલે નંદિગ્રામથી ચૂંટણી લડી રહ્યાં છે. તૃણમૂલ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને રાજ્યના પ્રધાન સોભંડેબ ચટ્ટોપાધ્યાયને તેમના ગૃહ મત વિસ્તારમાંથી ઉમેદવારી આપી છે. દેશમાં કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે પહેલા જ ચૂંટણીના નિયમોમાં આકરા ફેરફારો કર્યા છે જેમ કે રોડ શો અને વાહન શોને મંજૂરી નથી તેમજ ચૂંટણી પંચે 500 થી વધુ લોકોની ચૂંટણી રેલી પર પ્રતિબંધ મૂક્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">