સાબરડેરીનું સુકાન સંભાળવાનો માર્ગ થયો મોકળો, સત્તાધારી ‘વિકાસ પેનલ’ના વિજય સાથે હવે જામશે ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટે જંગ

સાબરડેરીની સામાન્ય ચૂંટણીમાં 12 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.  જ્યારે 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્તમાન સત્તાધારી  વિકાસ પેનલનો વિજય થયો છે. અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં સાડા ચાર લાખથી વધુ પશુપાલકોની આર્થિક જીવાદોરી સાબરડેરી છે.   શુક્રવારે સાબરડેરીની સામાન્ય ચુંટણી યોજાઈ હતી. જેમાં  16 બેઠકમાંથી 12 બેઠક બિનહરીફ થઇ છે.  ગત માર્ચ માસમાં જ્યારે સામાન્ય […]

સાબરડેરીનું સુકાન સંભાળવાનો માર્ગ થયો મોકળો, સત્તાધારી 'વિકાસ પેનલ'ના વિજય સાથે હવે જામશે ચેરમેન અને વાઈસ ચેરમેનના પદ માટે જંગ
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Feb 23, 2019 | 10:55 AM

સાબરડેરીની સામાન્ય ચૂંટણીમાં 12 બેઠક બિનહરીફ જાહેર થઈ હતી.  જ્યારે 4 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્તમાન સત્તાધારી  વિકાસ પેનલનો વિજય થયો છે.

અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લામાં સાડા ચાર લાખથી વધુ પશુપાલકોની આર્થિક જીવાદોરી સાબરડેરી છે.   શુક્રવારે સાબરડેરીની સામાન્ય ચુંટણી યોજાઈ હતી. જેમાં  16 બેઠકમાંથી 12 બેઠક બિનહરીફ થઇ છે.  ગત માર્ચ માસમાં જ્યારે સામાન્ય ચુંટણી જાહેર થઇ હતી ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમ્યાન જ હાઇકોર્ટે ચુંટણી પ્રક્રીયા પર સ્ટે આપ્યો હતો.  બાદ સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ થઇ હતી અને તે પછી હવે સવા વર્ષ જેટલા સમય બાદ સમાધાન સધાયું છે.  ચુંટણી યોજવા માર્ગ મોકળો થતાં જ વહીવટી તંત્રએ  ચુંટણી યોજી હતી અને મતદાનની પ્રક્રિયા  હાથ ધરાઈ હતી. પરિણામમાં 10 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો વિજય બન્યા હતા અને ફરી સત્તા સંભાળવાનો માર્ગ મોકળો થયો છે.

સાબરડેરીના ચૂંટણી અધિકારી  વાય. એસ.ચૌધરી મુજબ 4 ઝોન માટે 10ઉમેદવારો વચ્ચે ચુંટણી યોજવામા આવી હતી.  જેમાં 4 ઝોનના વિજેતા ઉમેદવારોને જાહેર કરાયા છે.  અગાઉ 12 ઉમેદવારો બીનહરીફ થયા છે. સાબરડેરીના વર્તમાન ચેરમેન જેઠાભાઇ પટેલ એ ચુંટણીમાં પોતાની પેનલ જીતતા મતદાર પશુપાલકો આભાર માનતા દાવો કર્યો છે.  પશુપાલકોના હિત માં આગામી સમયમાં સાબરડેરી નિયામક  નિર્ણયો લેશે અને પશુપાલકોના બહોળા વિકાસ માટે પ્રયાસો કરી સાબરડેરીને વિકાસની દિશા સુધી લઇ જવા માટેની ખાતરી આપી છે.સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોએ અગાઉ સાબરડેરી નિયામકના સત્તા ધિશો સામે વાર્ષિક ભાવફેર હોય કે પછી દૂધના ભાવ મુદ્દે મોરચો માંડ્યો હતો. તેમ છતાં પણ બંને જિલ્લાના પશુપાલકોએ સાબરડેરીના ડિરેકટરો પર બીજી વાર વિશ્વાસ મુક્યો છે. યોજાયેલી સામાન્ય ચુંટણીમાં આજે મતણગતરી થતા  વિકાસ પેનલના વિપુલ પટેલ, જશુભાઈ પટેલ, ભોગીભાઈ પટેલનો વિજય થયો છે. જ્યારે હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા અને સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલે ચુંટણીમાંથી પોતાની ઉમેદવારી અગાઉથી જ પાછી ખેંચી લીધી હતી.

TV9 Gujarati

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

જોકે સત્તા કોના હાથમાં રહેશે એના આટાપાટા ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચુંટણીમાં ખબર પડશે. તે પછી જ સાબરડેરીના સુકાની કોણે નક્કી થશે અને ત્યાં સુધી હજુ પણ સત્તાના આટાપાટા વિજેતા ડીરેકટરો વચ્ચે ખેલાશે. 

વિજેતા ઉમેદવારોની યાદી:

 હિંમતનગર-વિપુલભાઈ રમણભાઈ પટેલ
 તલોદ-ભોગીભાઈ રમણભાઈ પટેલ
 પ્રાંતીજ-મણીભાઈ ઈશ્વરભાઈ પટેલ
 માલપુર-જશુભાઈ સિવાભાઈ પટેલ
[yop_poll id=1729]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">