Rahul Gandhi: સંસદ સત્રમાં ભારે હંગામા બાદ રાહુલ ગાંધીનું નિવેદન, “સરકાર અમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે”
સંસદમાં હંગામાનો સિલસિલો યથાવત છે.આજે પેગાસસના મુદે થયેલા હંગામા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
સંસદ સત્રમાં થયેલા ભારે હંગામા બાદ રાહુલ ગાંધીનું (Rahul Gandhi)નિવેદન સામે આવ્યું છે.રાહુલ ગાંધીએ જણાવ્યું કે,સરકાર અમારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે અને વધુમાં જણાવ્યું કે,પેગાસસ જાસુસી મામલે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ.
પેગાસનો (Pegasus Spyware) મુદો સામે આવતા જ રાજકારણ ગરમાયુ છે.પેગાસસ મુદે આજે સંસદમાં ભારે હંગામો જોવા મળ્યો હતો.ત્યારે સંસદમાં થયેલા હંગામા બાદ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ (Press Conference) યોજવામાં આવી છે. જેમાં રાહુલ ગાંધીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.અને કહ્યું કે,પેગાસસ મુદે કોઈ બાંધ છોડ કરવામાં આવશે નહિ. કારણ કે જાસુસી દ્વારા સરકારે દેશના લોકતંત્ર પર તરાપ મારી છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ સમાચાર માટે અહીં ક્લિક કરો tv9gujarati.com