ચીનને લઈને Rahul Gandhiનો મોદી સરકાર પર હુમલો, કહ્યું આ સરકારમાં દેપ્સાંગની જમીન પરત નહીં મળે

|

Feb 27, 2021 | 7:10 PM

કોંગ્રેસ નેતા Rahul Gandhiએ ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલે તમિલનાડુના થુથુકુડીમાં કહ્યું હતું કે ચીને ભારતના કેટલાક વ્યૂહાત્મક વિસ્તારો કબજે કર્યા છે.

ચીનને લઈને Rahul Gandhiનો મોદી સરકાર પર હુમલો, કહ્યું આ સરકારમાં  દેપ્સાંગની જમીન પરત નહીં મળે
Rahul Gandhi

Follow us on

કોંગ્રેસ નેતા Rahul Gandhiએ ફરી એકવાર ચીનને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. રાહુલે તમિલનાડુના થુથુકુડીમાં કહ્યું હતું કે ચીને ભારતના કેટલાક વ્યૂહાત્મક વિસ્તારો કબજે કર્યા છે. પહેલા તેણે ડોકલામમાં આઈડિયાને ટેસ્ટ કર્યો હતો. તેમણે જોયું કે ભારતે પ્રતિક્રિયા આપી નથી. પછી તેણે પોતાના આ આઈડિયાને લદ્દાખમાં અને પછી અરુણાચલ પ્રદેશમાં દોહરાવ્યો હતો. મોદી સરકારમાં દેપ્સાંગની આપણી જમીન પરત મળશે નહીં.

 

આ ઉપરાંત Rahul Gandhiએ લોકોને સંબોધન કરતાં કહ્યું કે ધર્મનિરપેક્ષતા એ આપણી સંસ્કૃતિ અને ઈતિહાસનો પાયો છે. આ દેશની ધર્મનિરપેક્ષતા પર હુમલો થઈ રહ્યો છે. તેમજ આરએસએસ અને ભાજપ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. તે માત્ર બંધારણ પર હુમલો નથી પણ ઈતિહાસ અને સંસ્કૃતિ પર પણ હુમલો છે. આ હુમલાને રોકવો ખૂબ જ જરૂરી છે.

Vastu Tips : આ રીતે જાણો તમારા ઘરમાં વાસ્તુ દોષ છે કે નહીં
Original And duplicate jaggery : ભેળસેળવાળા ગોળને આ ટ્રિક્સ ફોલો કરીને ઝડપથી ઓળખો
આજનું રાશિફળ તારીખ : 25-12-2024
ચેમ્પિયન્સ ટ્રોફીમાં નંબર-1 ભારતીય બોલરની કારકિર્દી ખતમ થશે?
TATA અથવા BYEનું ફુલફોર્મ શું છે ?
પતિ સુપરસ્ટાર તો પત્નીનું બિઝનેસ જગતમાં છે મોટું નામ, જુઓ ફોટો

 

કેન્દ્ર પર તમિળ ભાષા અને સંસ્કૃતિનું અપમાન કરવાનો આરોપ લગાવતા Rahul Gandhiએ કહ્યું હતું કે, સરકાર દેશ અને તમિલનાડુના લોકોનું અપમાન કરી રહી છે. તેઓ તમિલ ભાષા, ઈતિહાસ અને સંસ્કૃતિનું અપમાન કરી રહ્યા છે. ભારત પાસે ઘણા વિચારો, ભાષાઓ છે અને સંઘ પરંપરાઓનું બધા દ્વારા આદર કરવામાં આવે છે. તેમણે કહ્યું કે તમિલનાડુની હાલની સરકાર દિલ્હી સરકાર દ્વારા અંકુશમાં છે. નરેન્દ્ર મોદી વિચારે છે કે તમિલનાડુ એક ટેલિવિઝન છે અને તેઓ રૂમમાં રીમોટ કંટ્રોલ સાથે બેસીને તમિળનાડુને નિયંત્રિત કરી શકે છે પણ અમે તેમની રિમોટ કંટ્રોલની બેટરી ફેંકવા જઈ રહ્યા છે.

 

આ પણ વાંચો: 6 મહાનગરપાલિકામાં CONGRESSનું ખરાબ પ્રદર્શન, હાઈકમાન્ડે આ વખતે પણ માત્ર રિપોર્ટ જ માંગ્યો!

Next Article