Rafale Deal : ફ્રાન્સના મીડિયા પોર્ટલના આધારે રાફેલ ડીલ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ

Rafale Deal : દેશમાં લડાકુ વિમાન રફાલની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે ફરી વિવાદ ઉભો થયો છે.

Rafale Deal   :  ફ્રાન્સના મીડિયા પોર્ટલના આધારે રાફેલ ડીલ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ
ફાઈલ ફોટો
Follow Us:
| Updated on: Apr 12, 2021 | 5:22 PM

Rafale Deal : દેશમાં લડાકુ વિમાન રાફેલની ખરીદીમાં ભ્રષ્ટાચાર અંગે ફરી વિવાદ ઉભો થયો છે. ફ્રાન્સના મીડિયા પોર્ટલના આધારે રાફેલ ડીલ વિરૂદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે જેના પર કોર્ટમાં બે અઠવાડિયા પછી સુનાવણી થશે.ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેએ કહ્યું હતું કે કોર્ટ આ મામલે તાકીદની સુનાવણી કરશે. જોકે, તેમણે આ માટે કોઈ તારીખનો ઉલ્લેખ કર્યો નથી.

ફાંસના પોર્ટલના દાવાને આધારે અરજી એડવોકેટ એમ.એલ. શર્માએ સુપ્રીમ કોર્ટ પાસે સ્વતંત્ર તપાસની માંગણી કરતા ફ્રાંસના એક પોર્ટલના દાવા પર અરજી દાખલ કરી છે. અરજીમાં રાફેલ સોદો (Rafale Deal) રદ્દ કરવા અને દંડની સાથે સાથે આખી રકમ વસૂલ કરવા તેમજ કોર્ટની દેખરેખ હેઠળ સ્વતંત્ર તપાસ માટે હુકમ કરવાની માંગ કરવામાં આવી છે. ફાંસના પોર્ટલે દાવો કર્યો હતો કે રફાલ બનાવતી ફ્રેન્ચ કંપની દસોલ્ટને ભારતમાં એક વચેટિયાને ભેટ રૂપે લગભગ 8 કરોડ 62 લાખ ચૂકવવાના હતા.

અરજીમાં PM MODIનું પણ નામ આ અરજીમાં રાફેલ ફાઇટર જેટ મામલે આશરે 9 કરોડની કટકી આપી હોવા આરોપ થયો છે. આ અરજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પણ શામેલ છે. અરજીમાં છેતરપિંડી, વિશ્વાસનો ભંગ અને ગુનાહિત કાવતરુંના કેસો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્ર અને સીબીઆઈને પણ પક્ષ બનાવવામાં આવ્યા છે. ડસોલ્ટ એવિએશન આ આરોપોને નકારી ચૂક્યું છે. કંપનીએ કહ્યું કે આ સોદામાં કોઈ ભ્રષ્ટાચાર કે અનિયમિતતા નથી.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

બે વર્ષ પહેલાં ક્લિન ચિટ અપાઈ Rafale Deal અંતર્ગત રાફેલની ખરીદીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને દેશમાં ભારે હંગામો થયો હતો. બે વર્ષ પહેલા સુપ્રીમ કોર્ટે કોર્ટની દેખરેખ હેઠળ રાફેલ ડીલની તપાસની માંગ કરતી તમામ અરજીઓને નકારી કાઢી હતી. 14 ડિસેમ્બર, 2018 ના રોજ સુપ્રીમ કોર્ટે Rafale Deal ની પ્રક્રિયા અને ભાગીદારોની પસંદગીમાં થયેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યાં હતા.

કોંગ્રેસ ફરી આક્રમક અંદાજમાં ફ્રાંસના મીડિયા પોર્ટલનો રિપોર્ટ સામે આવ્યા બાદ વિપક્ષી પાર્ટીઓએ રાફેલ ખરીદીમાં ભ્રષ્ટાચારને લઈને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે આ સમગ્ર વ્યવહારને ક્લાયન્ટને ભેટ કહેવામાં આવે છે. જો આ મોડેલ બનાવવા માટે પૈસા હતા, તો પછી તેને ભેટ કેમ કહેવામાં આવ્યું? તે છુપાયેલા વ્યવહારનો ભાગ હતો? સત્ય બધાની સામે બહાર આવ્યું. તે આપણે નહિ, એક ફ્રેન્ચ એજન્સી કહી રહી છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
g clip-path="url(#clip0_868_265)">