Uttarakhand ના નવા સીએમ બન્યા પુષ્કરસિંહ ધામી, આ 11 નેતાઓએ પણ લીધા મંત્રી પદના શપથ

|

Jul 04, 2021 | 6:48 PM

ઉત્તરાખંડના મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા બાદ  રાજ્યપાલ બેબી રાની મૌર્યએ 11 મંત્રીઓને પણ શપથ પણ અપાવ્યા હતા. જેમાં સતપાલ સિંહ મહારાજ મંત્રી પદના શપથ લેનારા સૌ પ્રથમ નેતા હતા

Uttarakhand ના નવા સીએમ બન્યા પુષ્કરસિંહ ધામી, આ 11 નેતાઓએ પણ લીધા મંત્રી પદના શપથ
Uttarakhand ના નવા સીએમ બન્યા પુષ્કરસિંહ ધામી

Follow us on

ઉત્તરાખંડ(Uttarakhand) ના 11 મા મુખ્યમંત્રી તરીકે પુષ્કરસિંહ ધામીએ રવિવારે પદના શપથ લીધા હતા. 45 વર્ષીય ધામી ઉત્તરાખંડના સૌથી યુવા મુખ્યમંત્રી બન્યા છે. તેમને રાજ્યપાલ બેબી રાની મૌર્યએ રાજભવન ખાતેના સમારોહમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.આ શપથ ગ્રહણ કાર્યક્રમમાં ભાજપના નેતા હરકસિંહ રાવત, સતપાલ મહારાજ, મદન કૌશિક સહિત અનેક નેતા  ઉપસ્થિત રહ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહ દરમ્યાન સીએમ પુષ્કરસિંહ  ધામીના(Pushkar Singh Dhami)  સમર્થકોએ તેમના સમર્થનમાં નારા લગાવ્યા હતા.

11 મંત્રીઓ  પણ શપથ લીધા 

ઉત્તરાખંડ(Uttarakhand) ના મુખ્યમંત્રીને શપથ લેવડાવ્યા બાદ  રાજ્યપાલ બેબી રાની મૌર્યએ 11 મંત્રીઓને પણ શપથ પણ અપાવ્યા હતા. જેમાં સતપાલ સિંહ મહારાજ મંત્રી પદના શપથ લેનારા સૌ પ્રથમ નેતા હતા.તેમના પછી પૌડીના ધારાસભ્ય હરકસિંહ રાવતે શપથ લીધા હતા. વંશીધર ભગત મંત્રી પદના શપથ લેનારા આગામી ધારાસભ્ય હતા. વંશીધર ભગત પાંચ વખત મંત્રી રહી ચૂક્યા છે અને છઠ્ઠી વખત પ્રધાન બન્યા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

યતીશ્વરાનંદે પણ સતત બીજી વાર મંત્રી પદના શપથ લીધા

તેની બાદ યશપાલ આર્યએ પણ પ્રધાન પદના શપથ લીધા હતા. ગત સરકારમાં યશપાલ પરિવહન પ્રધાન હતા. રાજ્યપાલ દ્વારા ડિડિ હારના ધારાસભ્ય બિશન સિંહને પદ અને ગુપ્તતાના શપથ પણ અપાવ્યાં હતાં. તેમના પછી સુબોધ ઉનીયાલ, અરવિંદ પાંડે, મસૂરીના ધારાસભ્ય ગણેશ જોશી, ધનસિંહ રાવત, રેખા આર્યા , યતીશ્વરાનંદે પણ સતત બીજી વાર મંત્રી પદના શપથ લીધા.

ઉત્તરાખંડ ભાજપના ઘણા નેતાઓ અસંતુષ્ટ હતા

આ ઉપરાંત એવું કહેવામાં આવી રહ્યું છે કે પુષ્કરસિંહ ધામી શનિવારે જ મુખ્યમંત્રી પદના શપથ લેનાર હતા. પરંતુ તેમના નામની જાહેરાત બાદ ઉત્તરાખંડ ભાજપના ઘણા નેતાઓ અસંતુષ્ટ હતા. જેના કારણે રવિવારે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શપથ ગ્રહણ સમારોહ પૂર્વે, પુષ્કરસિંહ ધામીએ રવિવારે પોતાનો મોટાભાગનો સમય તેમના પક્ષના નારાજ નેતાઓને રાજી કરવાના પ્રયત્નોમાં વિતાવ્યો હતો. ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર ભૂતપૂર્વ પ્રધાનમંડળમાં કેબિનેટ મંત્રી રહેલા સતપાલ મહારાજ અને હરકસિંહ રાવત જેવા કેટલાક નેતાઓ શનિવારથી પાર્ટી હાઈકમાન્ડથી નારાજ છે. જોકે બાદમાં પાર્ટી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે કોઈ પણ નેતા નારાજ નથી.

આ પણ વાંચો : PM Modiએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનને સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવી

આ પણ વાંચો : Rafale ડીલ પર કોંગ્રેસ ફરી આક્રમક, રાહુલ ગાંધીએ પૂછ્યો આ વેધક સવાલ

Published On - 6:44 pm, Sun, 4 July 21

Next Article