નવસારીની જિલ્લાની બિલિમોરા વઘઈની નેરોગેજ ટ્રેન બંધ કરવા સામે સ્થાનિકોમાં ભારોભાર આક્રોશ ફેલાયો. વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ સ્થાનિકો સાથે ઉનાઈ રેલવે સ્ટેશને ધરણાં પર બેઠા. કૉંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આગામી સમયમાં અન્ય રેલવે સ્ટેશનો પર કરવાની ચીમકી ઉચ્ચારી. સયાજીરાવ ગાયકવાડના શાસનમાં શરૂ થયેલી નેરોગેજ ટ્રેનથી સ્થાનિકો, વેપારીઓ અને શ્રમિકોને અવર-જવરમાં આસાની રહે છે. તો ખેડૂતો, નાના વેપારીઓને પણ ફાયદો મળે છે. આ નેરોગેજ ટ્રેન સેવા બંધ થશે તો આદિવાસી, શ્રમિકોની રોજગારી છિનવાઈ જવાની શક્યતા છે.