Priyanka Gandhiએ મોદી સરકાર પર સાધ્યું નિશાન ,કહ્યું ખેડૂતોની આવક બમણી કરવાની વાતો માત્ર જુમલો

કોંગ્રેસના મહામંત્રી Priyanka Gandhi એ શેરડીનાં ખેડુતોની ચુકવણીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે 14 દિવસમાં આવક બમણી કરવાની અને ચુકવણી કરવાની વાત જુમલો નીકળી છે.

Priyanka Gandhiએ મોદી સરકાર પર સાધ્યું નિશાન ,કહ્યું ખેડૂતોની આવક બમણી કરવાની વાતો માત્ર જુમલો
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Feb 17, 2021 | 4:41 PM

કોંગ્રેસના મહામંત્રી Priyanka Gandhi એ શેરડીનાં ખેડુતોની ચુકવણીને લઈને સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે ટિ્‌વટ કર્યું હતું કે 14 દિવસમાં આવક બમણી કરવાની અને ચુકવણી કરવાની વાત જુમલો નીકળી છે. કોંગ્રેસ યુપીમાં ફરી રાજકીય પ્રભુત્વ વધારવા માટે પ્રયાસ કરી રહી છે. જેમાં કોંગ્રેસ ખેડૂતોના કોઇપણ મુદ્દાને છોડવામાં માંગતી નથી. જેને લઇને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આ મુદ્દે સતત પ્રહાર કરી રહ્યા છે.

Priyanka Gandhi એ બુધવારે સવારે એક ટ્વીટમાં સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકાએ શેરડીના ખેડુતોના સુગર મિલો પાસેના બાકી લેણાં મુદ્દે યોગી સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પ્રિયંકા ગાંધીએ આ દરમિયાન લખિમપુર ઘેરીના ખેડૂતનો પણ ઉલ્લેખ કર્યો છે.તેમણે ટ્વીટ કર્યું હતું કે, “લખમિપુર ઘેરીના ખેડૂત આલોક મિશ્રાની શેરડીની ચૂકવણી 6 લાખ રૂપિયા બાકી છે. તેમને ખેતી અને સારવાર માટે 3 લાખ રૂપિયાની લોન લેવી પડી હતી. 10,000 કરોડની ચુકવણી બાકી હોવાના લીધે યુપીના લાખો ખેડૂતોની હાલત દયનીય છે. 14 દિવસમાં ચુકવણી અને આવક બમણી કરવાનું વચન જુમલો સાબિત થયું છે.

18 ફેબ્રુઆરીએ રાજ્યપાલના સંબોધન સાથે વિધાનસભાનું બજેટ સત્ર સવારે 11 વાગ્યે શરૂ થશે. આ સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ હશે. વિપક્ષ પાસે અનેક મુદ્દાઓ છે કે તે બજેટ સત્ર દરમિયાન ગૃહમાં સરકારની ઘેરી શકશે. તેમની પાસે સૌથી મોટો મુદ્દો ખેડુતોનું આંદોલન છે. જેમાં વિરોધ પક્ષના નેતાઓ સમયાંતરે સામેલ થયા છે અને હવે સત્રની શરૂઆત થઈ રહી છે ત્યારે વિરોધ પક્ષો આ મુદ્દાને વધુ ચગાવશે.

કોંગ્રેસ કિસાન પંચાયતના માધ્યમથી યુપીમાં વાતાવરણ બનાવી રહી છે

કોંગ્રેસ યુપીના જુદા જુદા જિલ્લાઓમાં કિસાન પંચાયતોનું આયોજન કરી રહી છે. પ્રિયંકા ગાંધીએ આની કમાન સંભાળી છે. પ્રિયંકા ગાંધીએ સહારનપુર અને બિજનોરમાં પણ લોકોને સંબોધન કર્યું હતું. તે સરકારને આ મુદ્દે સતત ધેરી રહ્યાં છે. જેનો ફાયદો કોંગ્રેસ વિધાનસભા ગુહમાં ઉઠાવશે તેમ લાગી રહ્યું છે.

Latest News Updates

વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">