બિહારમાં રાજકીય ધમસાણ, RLSPમાંથી 41 કાર્યકરનાં સામૂહિક રાજીનામાં

|

Mar 07, 2021 | 3:40 PM

બિહારમાં RLSP માંથી પાર્ટી છોડવાનો સીલસિલો સતત ચાલી રહી છે. જેમાં શનિવારે 41  કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપ્યા છે  અને RLSP થી છૂટા થયા હતા.

બિહારમાં રાજકીય ધમસાણ, RLSPમાંથી 41 કાર્યકરનાં સામૂહિક રાજીનામાં

Follow us on

બિહારમાં RLSP માંથી પાર્ટી છોડવાનો સિલસિલો સતત ચાલી રહી છે. જેમાં શનિવારે 41  કાર્યકરોએ સામૂહિક રાજીનામાં આપ્યા છે  અને RLSP થી છૂટા થયા હતા. જેમાં આ પાર્ટીના નેતા વિનય કુશવાહાએ દાવો કર્યો હતો કે આ તો હજુ શરૂઆત છે. આગામી દિવસોમાં પાર્ટીના વધુ નેતાઓ રાજીનામું આપશે.

વિનય કુશવાહાએ કહ્યું કે પાર્ટીના કાર્યકારો  નીતિશ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા હતા, પરંતુ પાર્ટીના નેતા ઉપેન્દ્ર કુશવાહા આજે નીતિશ કુમાર સાથે છે ઉપેન્દ્ર કુશવાહાએ કુશવાહા સમુદાયને ગેરમાર્ગે દોર્યો છે. RLSP ના 90 ટકા કાર્યકરો જેડીયુમાં મર્જરની તરફેણમાં નથી. ભવિષ્યમાં કયા પક્ષ સાથે જોડાવવાના મુદ્દે જણાવ્યું હતું કે તેઓ પાર્ટીના નેતાઓની સલાહ લીધા પછી નિર્ણય લેશે.

ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું કે જેડીયુમાં  વિલીનીકરણ નિરાધાર બાબત 

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો

જો કે ભૂતકાળમાં પાર્ટીના નવમા સ્થાપના દિવસે આરએલએસપીના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ કહ્યું હતું કે પાર્ટી જેડીયુમાં જોડાવાની વાત નિરાધાર છે, તેમજ પાર્ટી પોતાનો કાર્યક્રમ કરી રહી છે. તેમણે કહ્યું કે, ભવિષ્યમાં પાર્ટી કોલેજીયમ સિસ્ટમ સામે, શિક્ષણના પ્રશ્ને અને ખેડુતો અને યુવાનોના મુદ્દે લડત આપશે. પાર્ટી ઓફિસમાં યોજાયેલા કાર્યક્રમ બાદ મીડિયા સાથેની વાતચીતમાં કુશવાહાએ સ્પષ્ટ કર્યું હતું કે પાર્ટી પોતાના કાર્યક્રમને આગળ વધારતી વખતે લોકોના મુદ્દાઓ પર સવાલો ઉઠાવતી રહેશે. કૃષિ કાયદો ખેડૂત વિરોધી અને જન વિરોધી છે અને સરકારે તેને પરત લેવા જોઈએ. પક્ષના પ્રવક્તા ધીરજસિંહ કુશવાહાએ જણાવ્યું હતું કે આગળ વ્યૂહરચના માટે પાર્ટીની રાષ્ટ્રીય અને રાજ્ય પરિષદ અને જિલ્લા પ્રમુખોની બેઠક 13 અને 14 માર્ચના રોજ બોલાવવામાં આવી છે.

Published On - 3:34 pm, Sun, 7 March 21

Next Article