વડાપ્રધાન મોદીએ દર વર્ષની જેમ દિવાળી ભારતીય સેના સાથે મનાવી, પાડોશી દેશોને મોદીએ આપી ચેતવણી

|

Nov 14, 2020 | 12:53 PM

પીએમ મોદી દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી સેનાના જવાનો સાથે મનાવી રહ્યા છે. પીએમ મોદી આ વખતે રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર દિવાળી ઉજવી રહ્યા છે. સીડીએસ જનરલ બિપિન રાવત પણ આ અવસરે તેમની સાથે છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાની દરેક દિવાળી સરહદ પર તૈનાત સૈનિકો સાથે મનાવે છે. આ વખતે તેઓ […]

વડાપ્રધાન મોદીએ દર વર્ષની જેમ દિવાળી ભારતીય સેના સાથે મનાવી, પાડોશી દેશોને મોદીએ આપી ચેતવણી

Follow us on

પીએમ મોદી દર વર્ષની જેમ આ વખતે પણ દિવાળી સેનાના જવાનો સાથે મનાવી રહ્યા છે. પીએમ મોદી આ વખતે રાજસ્થાનના જેસલમેર બોર્ડર પર દિવાળી ઉજવી રહ્યા છે. સીડીએસ જનરલ બિપિન રાવત પણ આ અવસરે તેમની સાથે છે. વડાપ્રધાન બન્યા બાદ નરેન્દ્ર મોદી પોતાની દરેક દિવાળી સરહદ પર તૈનાત સૈનિકો સાથે મનાવે છે. આ વખતે તેઓ સરહદ પર બનેલી લોંગેવાલા પોસ્ટ પર દિવાળી ઉજવી રહ્યા છે. બોર્ડર પર મોદીએ શું કર્યું સંબોધન સાંભળો આ વીડિયોમાં.

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

જ્યાં નરેન્દ્ર મોદી જ્યાં દિવાળીની ઉજવણી કરી રહ્યા છે તે લોંગેવાલા પોસ્ટ એ જ જગ્યા છે જ્યાં ભારત અને પાકિસ્તાનની સેનાઓ વચ્ચે 1965માં ભીષણ યુદ્ધ થયું હતું. તે વખતે પોસ્ટની સુરક્ષામાં તૈનાત પંજાબ રેજિમેન્ટના 120 જવાનોએ પાકિસ્તાનના 3000 જવાનોને મારી ભગાડ્યા હતા. આ ઘટના પરથી સુપરહિટ ફિલ્મ બોર્ડર બની હતી.

 

 

સૂત્રોના જણાવ્યાં મુજબ પીએમ નરેન્દ્ર મોદીનો આ જેસલમેર પ્રવાસ ખુબ સમજી વિચારીને નક્કી કરાયો છે. આમ કરીને પીએમ મોદી વિસ્તારવાદી ચીન અને આતંકના આકા પાકિસ્તાનને એક સાથે કડક સંદેશ આપશે કે ભારત તેની છીછરી હરકતો સામે ઝૂકશે નહીં અને તે દરેક રીતે તેમને જડબાતોડ જવાબ આપશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 12:47 pm, Sat, 14 November 20

Next Article