PM Modi ગુરુવારે પોંડેચરીની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે

પોંડેચરીમાં રાજકીય ઉથલપાથલ બાદ PM Modi આગામી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચરીની મુલાકાત લેશે. આ સમય દરમિયાન પીએમ મોદી વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

PM Modi ગુરુવારે પોંડેચરીની મુલાકાતે, વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
Chandrakant Kanoja

| Edited By: Pinak Shukla

Feb 24, 2021 | 3:02 PM

પોંડેચરીમાં રાજકીય ઉથલપાથલ બાદ PM Modi આગામી વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે ગુરુવારે કેન્દ્રશાસિત પ્રદેશ પોંડેચરીની મુલાકાત લેશે. આ સમય દરમિયાન પીએમ મોદી વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ ભાજપ દ્વારા આયોજીત રેલીને પણ સંબોધન કરશે. પોંડેચરી ભાજપ અધ્યક્ષ સ્વામિનાથે કહ્યું કે સવારે 10.30 કલાકે પોંડેચરી પહોંચ્યા બાદ PM Modi સીધા જવાહરલાલ અનુસ્નાતક તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થા પહોંચશે જ્યાં તેઓ વિવિધ કેન્દ્રિય યોજનાઓના લોકાર્પણ કરશે અને શિલાન્યાસ કરશે.

પોંડેચરી ભાજપ અધ્યક્ષ સ્વામિનાથે કહ્યું કે આ પછી વડા પ્રધાન એક જાહેર સભાને સંબોધન કરશે. છેલ્લા ત્રણ વર્ષમાં વડા પ્રધાનની પોંડેચરીની આ બીજી મુલાકાત હશે. 2018 ની શરૂઆતમાં તેમણે નજીકના વિલ્લુપુરમ જિલ્લામાં યુરોવિલે આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી અને જાહેર સભાને પણ સંબોધન કર્યું હતું.

પીએમ મોદીનો આ કાર્યક્રમમાં ત્યારે યોજાઇ રહ્યો છે જયારે રાજ્યનું રાજકીય વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું છે. કોંગ્રેસના સીએમ વી નારાયણસામીએ 22 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું હતું. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે.

તેમના રાજીનામા બાદ કોઈ રાજકીય પક્ષે સરકાર બનાવવાનો દાવો કર્યો નથી. આવી સ્થિતિમાં અહીં રાષ્ટ્રપતિ શાસન લાદવાની સંભાવના વધી ગઈ છે. આ વર્ષે એપ્રિલ-મે મહિનામાં પુડ્ડુચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે.પોંડેચરી ઉપરાંત બંગાળ, કેરળ, તામિલનાડુ અને આસામમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવાની છે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati