AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વારાણસી મુલાકાત પૂર્વે PM Modi નું ટ્વિટ, કહ્યું નવી પેઢીને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચર આપવાનું વિઝન

અધિકારીઓએ કહ્યું કે આ કનવેન્સન સેન્ટરમાં 108 રુદ્રાક્ષ સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેની છત શિવલિંગના આકાર જેવી બનાવવામાં આવી છે. રાત્રે આ આખી ઇમારત એલઇડી લાઇટથી શણગારવામાં આવશે.

વારાણસી મુલાકાત પૂર્વે PM Modi નું ટ્વિટ, કહ્યું નવી પેઢીને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચર આપવાનું વિઝન
Prime Minister will interact with the beneficiaries Pradhan Mantri Garib Kalyan Anna Yojana
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 14, 2021 | 7:45 PM
Share

પીએમ મોદી(PM Modi)ગુરુવારે વારાણસીમાં 1,500 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જ્યારે વારાણસી(Varanasi)પ્રવાસ પૂર્વે પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું કે આ વિકાસ પ્રોજેક્ટ્સ કાશી અને પૂર્વાંચલના લોકોનું જીવન સરળ બનાવશે. વારાણસી વડા પ્રધાન મોદીનું સંસદીય ક્ષેત્ર પણ છે. તેમની મુલાકાત આવતા વર્ષે ઉત્તર પ્રદેશમાં યોજનારી  વિધાનસભા ચૂંટણી પૂર્વે થઈ રહી છે.

કાશી અને આજુબાજુના લોકોને સરળતાથી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે.

પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્ર અને યુપી સરકારે આરોગ્ય ક્ષેત્રે વિસ્તૃત કામગીરી કરી છે. તેમણે લખ્યું, “આ પ્રયત્નોમાંથી એક, બીએચયુ (બનારસ હિન્દુ યુનિવર્સિટી) ખાતે 100 પથારીવાળી એમસીએચ વિંગનું ઉદઘાટન કરવામાં આવશે. આની મદદથી કાશી અને આજુબાજુના લોકોને સરળતાથી શ્રેષ્ઠ આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે.

આ ઉપરાંત તેમણે લખ્યું, “કાશીમાં જે મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવશે તેમાં ગોદૌલીયા ખાતે મલ્ટી-લેવલ પાર્કિંગ, ટૂરિઝમના વિકાસ માટે રો-રો બોટ, વારાણસી-ગાજીપુર હાઇવે પર ત્રણ લેન ફ્લાયઓવર બ્રિજ શામેલ છે.”

કનવેન્સન સેન્ટર રુદ્રાક્ષનું ઉદ્ઘાટન કરશે

તેમણે કહ્યું કે કાશી પ્રત્યેની અમારી દ્રષ્ટિ આવનારી પેઢી માટે ગુણવત્તાયુક્ત માળખાગત નિર્માણની છે. આને ધ્યાનમાં રાખીને, “જલ જીવન મિશન હેઠળ ગ્રામીણ પરિયોજના અને કારખીયાવમાં કેરીની સાથે સાથે શાકભાજી માટેના એકીકૃત પેકિંગ હાઉસનું પણ શિલાયન્સ કરવમાં આવશે. સીઆઈપીઈટી(CIPET)નો મતલબ છે સેન્ટ્રલ ફોર સ્કિલ અને ટેક્નિકલ સપોર્ટ સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી.

પીએમએ વધુમાં લખ્યું છે કે, વારાણસીમાં સંમેલન કેન્દ્ર ‘રુદ્રાક્ષ’ નું ઉદઘાટન કરવામાં મને આનંદ થશે. જાપાનની મદદથી બનેલું આ અત્યાધુનિક કેન્દ્ર વારાણસીને પરિષદો માટે આકર્ષક સ્થળ બનાવશે, જેના કારણે શહેરમાં પર્યટકો અને ઉદ્યોગપતિઓની સંખ્યામાં વધારો થશે.

કનવેન્સન સેન્ટરમાં 1,200 લોકોની બેસવાની ક્ષમતા 

સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર અધિકારીઓએ કહ્યું કે આ કનવેન્સન સેન્ટરમાં 108 રુદ્રાક્ષ સ્થાપિત કરવામાં આવ્યા છે અને તેની છત શિવલિંગના આકાર જેવી બનાવવામાં આવી છે. રાત્રે આ આખી ઇમારત એલઇડી લાઇટથી શણગારવામાં આવશે. આ બે માળનું કેન્દ્ર સિગરા વિસ્તારમાં 2.87 હેક્ટર જમીન પર બનાવવામાં આવ્યું છે અને તેમાં 1,200 લોકોની બેઠક ક્ષમતા છે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય વારાણસીમાં આંતરરાષ્ટ્રીય કનવેન્સન હોલમાં લોકોને સામાજિક અને સાંસ્કૃતિક સંવાદની તકો પૂરી પાડવાનો છે. તે આંતરરાષ્ટ્રીય પરિષદો, પ્રદર્શનો, સંગીત ઉત્સવ અને અન્ય કાર્યક્રમો યોજવા માટેનું એક ઉત્તમ સ્થળ છે અને તે વારાણસીની કલા, સંસ્કૃતિ અને સંગીત પર આધારિત પેઇન્ટિંગથી સજ્જ છે.

g clip-path="url(#clip0_868_265)">