વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના પ્રવચનમાં કચ્છની પ્રજાની ખુમારીના વખાણ કર્યા. કચ્છના લોકોએ નિરાશાને આશામાં બદલી છે. અને, આજે કચ્છમાં નવી ઉર્જાનો સંચાર થવા જઇ રહ્યો છે. આજે કચ્છની ઓળખ બદલાઇ છે. રણોત્સવ દુનિયાને આકર્ષિત કરી રહ્યો છે.અને વિરાન રહેતું કચ્છ વિશ્વમાં પર્યટનનું પ્રમુખ કેન્દ્ર બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનના અંતમાં દિલ્લીમાં ચાલી રહેલા કિસાન આંદોલનનો ઉલ્લેખ કર્યો. તેમણે આ મામલે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે વિપક્ષ પહેલા આ કાયદાના પક્ષમાં હતું. અને, હવે વિપક્ષ ખેડૂતોના ખભા પર બંદુક ફોડી રહ્યું છે. કેટલાક લેભાગું લોકો ખેડૂતોની જમીન હડપવાનો કારસો રચી રહી છે. જેને અમે સફળ નહીં થવા દઇએ.