AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pegasus Spyware :Pegasus હેકિંગ વિવાદ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર, સંસદમાં પેગાસસનો મુદ્દો ગાજી શકે છે

પેગાસસ સોફ્ટવેર એક મૈલવેર છે જે આઇફોન અને Android ઉપકરણોને હેક કરે છે. તેની મદદથી, મેલવેર મોકલનાર વ્યક્તિ ફોનના સંદેશા, ફોટા અને ઇમેઇલ્સ (Emails) ની માહિતી મેળવી શકાય છે.

Pegasus Spyware :Pegasus હેકિંગ વિવાદ મામલે રાહુલ ગાંધીએ સરકાર પર કર્યા આકરા પ્રહાર, સંસદમાં પેગાસસનો મુદ્દો ગાજી શકે છે
Rahul gandhi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2021 | 12:33 PM
Share

Pegasus Spyware : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પેગાસસ સોફ્ટવેર મુદ્દે સરકાર પર કટાક્ષ કર્યા છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, અમે જાણીએ છીએ કે ‘તે તમારા ફોનમાં ‘શું વાંચે છે.

મહત્વનું છે કે,આંતરરાષ્ટ્રીય મીડિયા (International Media) દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, ભારતના ઘણા પત્રકારો, રાજકારણીઓ અને અન્ય લોકોના ફોનને પેગાસસ મૈલવેરનો(Pegasus malware) ઉપયોગ કરીને હેક કરવામાં આવ્યા હતા અને આ માટે ઇઝરાઇલની કંપની NSO ગ્રુપના હેકિંગ સોફ્ટવેર (Hacking Software)પેગાસસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

મીડિયા રિપોર્ટના (Media Reports)જણાવ્યા મુજબ, ભારતના કાનૂની અધિકારીઓ, ઉદ્યોગપતિઓ, સરકારી અધિકારીઓ, વૈજ્ઞાનિકો, કાર્યકરો અને અન્ય 300થી વધુ ભારતીયોનાં મોબાઈલ નંબર આ સુચિમાં જોવા મળ્યા છે.

પેગાસસ સોફ્ટવેર

પેગાસસ સોફ્ટવેર એક મૈલવેર છે જે આઇફોન અને Android ઉપકરણોને હેક કરે છે. તેની મદદથી, મેલવેર મોકલનાર વ્યક્તિ ફોનના સંદેશા, ફોટા અને ઇમેઇલ્સ (Emails) પણ જોઈ શકે છે. ઉપરાંત, આ સોફ્ટવેર તે ફોન પર આવતા કોલ્સને પણ રેકોર્ડ (record)પણ કરી શકે છે. મહત્વનું છે કે,આ સોફ્ટવેરની મદદથી ફોનનું માઇક ગુપ્ત રીતે સક્રિય થઈ શકે છે.

અધિર રંજન ચૌધરી સંસદમાં પેગાસસનો મુદ્દો ઉઠાવશે

રાજ્યસભામાં CPI (Communist Party of india)નેતા બિનોય વિશ્વામ, આરજેડી (Rashtriy janta dal) સાંસદ મનોજ ઝા, AAPનાં સાંસદ સંજય સિંહ સહિતના ઘણા સાંસદો દ્વારા આ મુદ્દે ચર્ચાની માંગ કરવામાં આવી છે. ત્યારે,કોંગ્રેસ નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું છે કે, આપણી રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં છે. માટે ચોકક્સપણે આ મુદ્દો ગૃહમાં ઉઠવવામાં આવશે.

આ સમગ્ર મામલે ભારત સરકારે શું કહ્યું ?

સરકારે વિપક્ષનાં તમામ આક્ષેપોને નકારી દીધા છે. સરકારે કહ્યું કે,આમાં કોઈ નક્કર આધાર અને સત્ય નથી.’વધુમાં જણાવ્યું કે, ભારત એક લોકતંત્ર દેશ છે અને તે નાગરિકોના વ્યક્તિગત અને મૌલિક અધિકારનું પાલન કરવા માટે પ્રતિબધ્ધ છે.

ઉલ્લેખનીય છે કે,આ લીક થયેલા ડેટા પેરિસ સ્થિત એનજીઓ ફોર્બીડન સ્ટોરીઝ (NGO Forbidden Stories)અને અમનેસ્ટી ઇન્ટરનેશનલ પાસે આવ્યા હતા.અને બાદમાં તેણે આ માહિતી વોશિંગ્ટન પોસ્ટ અને ધ ગાર્ડિયન સહિત 17 મીડિયા સંસ્થાઓને આપી હતી.

આ લીક થયેલા ડેટામાં 50,000થી વધુ ફોન નંબરની સૂચિ છે અને માનવામાં આવી રહ્યું છે કે, NSO તેના પેગાસસ સોફ્ટવેર દ્વારા 2016 થી આ લોકોની જાસૂસી કરી રહ્યું હતું.

આ પણ વાંચો: Parliament Monsoon Session 2021 LIVE: સંસદમાં વિપક્ષોનો હોબાળો, સંસદની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">