પં.બંગાળના રાજ્યપાલની મુખ્યમંત્રી મમતા બેનરજીને સીધી ચેતવણી, શું છે આ ચેતવણી ? જુઓ અહેવાલ

|

Dec 11, 2020 | 3:13 PM

પં.બંગાળના રાજ્યપાલને મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીધી ચેતવણી આપતા કહ્યું કે, ‘જો તમે તમારા માર્ગથી ભટકી જશો તો હું મારી જવાબદારી પૂરી કરીશ’   Web Stories View more પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી […]

પં.બંગાળના રાજ્યપાલની મુખ્યમંત્રી મમતા બેનરજીને સીધી ચેતવણી, શું છે આ ચેતવણી ? જુઓ અહેવાલ

Follow us on

પં.બંગાળના રાજ્યપાલને મુખ્યમંત્રી મમતા બેનર્જીને સીધી ચેતવણી આપતા કહ્યું કે, ‘જો તમે તમારા માર્ગથી ભટકી જશો તો હું મારી જવાબદારી પૂરી કરીશ’

 

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

પ.બંગાળની રાજકારણમાં હાલ ગરમાવો છે. આજે બંગાળના રાજયપાલ જગદીપ ધનકરે મુખ્યમંત્રી મમતા બેનરજીને સીધી ચેતવણી આપી છે. અને, કહ્યું છેકે મહેરબાની કરીને આગની સાથે રમત ન રમો. જો તમે સંવિધાનનું પાલન નહીં કરો તો મારે મારી જવાબદારી નિભાવવી પડશે. અને, રાજયમાં કાનૂન વ્યવસ્થાની સ્થિતિ બેકાબૂ ન બને તેનું ધ્યાન રાખો. નોંધનીય છેકે પ.બંગાળમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય નેતાઓ પર થયેલા હુમલા સંદર્ભે રાજયપાલે બંગાળના મુખ્યપ્રધાનને આ ચેતવણી આપી છે.

રાજ્યપાલે કહ્યું- આગ સાથે ન રમે મુખ્યમંત્રી 

પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા મામલે શુક્રવારે રાજ્યપાલ જગદીપ ધનખડે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. જગદીપ ધનખડે કહ્યું કે, લોકતંત્રમાં મીડિયાનો રોલ ખૂબ અગત્યનો છે. જો તેને ખરાબ કરવામાં આવશે તો લોકતંત્રમાં પરેશાની આવશે. બંગાળમાં કાયદો અને સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે.

બંગાળના રાજ્યપાલે મુખ્યમંત્રીને સવાલ કર્યો હતો કે, રાજ્યમાં કોણ બહારનું છે તેનાથી શું મતલબ છે ? શું ભારતીય નાગરિક બહારના છે, મમતાએ આ પ્રકારના નિવેદનો ન આપવા જોઇએ. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ આગ સાથે રમત ન રમવી જોઇએ અને સંવિધાનનું પાલન થાય તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ.

આપને જણાવી દઇએ કે, જેપી નડ્ડાએ ગુરુવારે બંગાળની મુલાકાત દરમિયાન 24 પરગણામાં તેમના કાફલા પર ઈંટ-પથ્થરથી હુમલો કરવામાં આવ્યો હતો. નડ્ડાએ આ માટે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોને દોષી ઠેરવ્યા હતા અને ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે આ માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને જવાબ આપવો પડશે.આ ઘટના બાદ રાજ્યપાલ જગદીપ ધનકરે બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે અમિત શાહને એક અહેવાલ મોકલ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 2:55 pm, Fri, 11 December 20

Next Article