કપિલ સિબ્બલના ઘરે એકઠા થયા વિપક્ષના નેતાઓ, સરકારને ઘેરવા કરી ચર્ચા

|

Aug 10, 2021 | 6:19 PM

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલના નિવાસસ્થાને વિપક્ષના નેતાઓ એકઠા થયા હતા. જો કે પ્રસંગ હતો કપિલ સિબ્બલને જન્મદિવસની શુભેચ્છાઓ દેવા માટેનો પરંતુ આ નેતાઓએ, રાજ્યસભામાં કેન્દ્ર સરકારને ઘેરવા માટે ચર્ચા કરી હતી.

કપિલ સિબ્બલના ઘરે એકઠા થયા વિપક્ષના નેતાઓ, સરકારને ઘેરવા કરી ચર્ચા
congress leader kapil sibal

Follow us on

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલના (kapil sibal) દિલ્લી સ્થિત નિવાસસ્થાને, વિપક્ષના નેતાઓ એનસીપીના શરદ પવાર (Sharad Pawar), ટીએમસીના સાંસદ ડેરેક ઓ બ્રાયન( Derek O’Brien), આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવ(Lalu Prasad Yadav), ડીએમકેના નેતા તિરૂચી શિવા (Tiruchi Shiva), આરએલડીના નેતા જયંત ચૌધરી( Jayant Chaudhary), સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (Akhilesh Yadav), કોંગ્રેસના સાંસદ શશી થરૂર ( Shashi Tharoor ) અને આનંદ શર્મા (Anand Sharma)  સહીત અન્ય પક્ષોના નેતાઓ એકઠા થયા હતા.

ગત રવિવારે કપિલ સિબ્બલનો જન્મદિવસ હતો. જન્મ દિવસ નિમિત્તે કપિલ સિબ્બલે વિપક્ષના નેતાઓને બોલાવ્યા હતા. જો કે, જન્મદિવસ નિમિત્તેના ભોજનની સાથેસાથે વિપક્ષના નેતાઓએ રાજ્યસભામા કેન્દ્ર સરકારને ઘેરવા માટેની ચર્ચા કરીને રણનીતિ બનાવાઈ હોવાનું કહેવાય છે. કારણ કે રાજ્યસભામા ભાજપની સભ્ય સંખ્યા હજુ પણ ઓછી છે.

શુ છે લોકસભા અને રાજ્યસભામાં સભ્ય સંખ્યાનુ ચિત્ર ?
રાજ્યસભામાં કુલ 245 સભ્ય સંખ્યા છે. જેમાં વર્તમાનમાં ભાજપના સાંસદોની સંખ્યા 94 છે. જ્યારે વિપક્ષી સાંસદોની સભ્ય સંખ્યા 99 છે. જ્યારે લોકસભામાં ભાજપના સાંસદોની સંખ્યા 303 અને વિપક્ષી સાંસદોની સંખ્યા 174 છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
પાર્ટી લોકસભા રાજ્યસભા
ભાજપ 303 94
કોંગ્રેસ 52 34
એનસીપી 5 4
આરજેડી 0 5
સમાજવાદી પાર્ટી 5 5
નેશનલ કોન્ફરન્સ 3 0
તૃણમુલ કોંગ્રેસ 22 12
સીપીએમ 3 6
સીપીઆઈ 2 1
આપ 1 3
આરએલડી 0 0
ડીએમકે 24 7
બીજેડી 12 9
શિવસેના 18 3
એસએડી 2 3
ટીડીપી 3 1
વાયએસઆરસીપી 22 6
કુલ 545 245

 

પેગાસસ સ્પાયવેર દ્વારા પત્રકારો, રાજકીય પક્ષના નેતાઓ, અગ્રણી કાર્યકરો, અધિકારીઓ વગેરેની કહેવાતી જાસુસી કરવાના મુદ્દે કપિલ સિબ્બલે ભૂતકાળમાં કહ્યુ હતુ કે, સરકાર આ મુદ્દા સાચુ કહેવા માંગતી નથી.

જો કે રાજ્યસભામાં સરકારે સ્પષ્ટ કર્યુ છે કે, કેન્દ્ર સરકાર કોઈની જાસુસી કરતી નથી. પેગાસસના મુદ્દે વિપક્ષ માત્ર હોબાળો મચાવે છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સંસદના ચોમાસુ સત્ર શરૂ થયુ ત્યારે જ કહ્યુ હતુ કે આ ઘટનાની ક્રોનોલોજી સમજો. દેશના વિકાસ વિરોધી તત્વો નથી ઈચ્છતા કે ભારત પ્રગતિ કરે.

આ મુદ્દે કપિલ સિબ્બલે એવુ કહ્યુ હતુ કે, પેગાસસનો ઉપયોગ 2017-2019ની વચ્ચે કરાયો હતો. જે એજન્સી ભારતની નથી તેના દ્વારા ડેટા લીક કરાયો છે. જે રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો છે.

આ પણ વાંચોઃ IND vs ENG: અશ્વિનને ટીમમાંથી બહાર રાખવાને લઈને ચર્ચાઓ તેજ, જાડેજા નહીં ઠાકુર સાથે સ્પર્ધા હોવાનો નવો સુર!

આ પણ વાંચોઃ સાંસદ-ધારાસભ્ય સામે દાખલ કરાયેલ કેસ હાઈકોર્ટની પરવાનગી વગર પાછો નહીં ખેંચાય: સુપ્રીમ કોર્ટ

Next Article