સાંસદ-ધારાસભ્ય સામે દાખલ કરાયેલ કેસ હાઈકોર્ટની પરવાનગી વગર પાછો નહીં ખેંચાય: સુપ્રીમ કોર્ટ

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એમીકસ ક્યુરીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે મુઝફ્ફરનગર રમખાણ કેસમાં સંગીત સોમ, સુરેશ રાણા, કપિલ દેવ, સાધ્વી પ્રાચીના કેસો પાછા ખેંચી લીધા છે.

સાંસદ-ધારાસભ્ય સામે દાખલ કરાયેલ કેસ હાઈકોર્ટની પરવાનગી વગર પાછો નહીં ખેંચાય: સુપ્રીમ કોર્ટ
File Image

સીજેઆઈ (CJI) એન વી રમણા (N V Ramana)ની અધ્યક્ષતાવાળી બેન્ચે જણાવ્યું કે રાજ્યો કલમ 321 હેઠળ આપવામાં આવેલી સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે (Supreme Court) નિર્દેશ આપ્યો હતો કે ધારાસભ્યો અને સાંસદો સામે નોંધાયેલા ફોજદારી કેસો હાઈકોર્ટની મંજૂરી વગર પાછા ખેંચવામાં આવશે નહીં. કોર્ટે સાંસદ-ધારાસભ્યના કેસ સંભાળનાર કોર્ટના તમામ ન્યાયાધીશોને આગામી આદેશ સુધી સેવામાં રહેવાનો ખાસ આદેશ આપ્યો છે.

 

 

સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન એમીકસ ક્યુરીએ કહ્યું કે ઉત્તર પ્રદેશ સરકારે મુઝફ્ફરનગર રમખાણ કેસમાં સંગીત સોમ, સુરેશ રાણા, કપિલ દેવ, સાધ્વી પ્રાચીના કેસો પાછા ખેંચી લીધા છે. જેના પર SCએ આશ્ચર્ય દર્શાવતા જણાવ્યું કે કેટલાક બીજા રાજ્યો પણ કેસ પાછો ખેંચી રહ્યા છે. એમીકસ ક્યુરીએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે રાજ્યના ધારાસભ્યો સાંસદો સામે નોંધાયેલા કેસો કલમ 321 હેઠળ પરત લઈ રહ્યા છે. એમિકસ ક્યુરીએ સૂચવ્યું કે ધારાસભ્યો અને સાંસદોના કેસ હાઈકોર્ટની પરવાનગી વગર પાછા ખેંચવા જોઈએ નહીં.

 

 

સાંસદો અને ધારાસભ્યો સામેના કેસોમાં ઝડપી સુનાવણીની માંગ કરતી એક અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ મામલામાં ઈડીના સ્ટેટસ રિપોર્ટ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આ માત્ર કાગળોનો ઢગલો છે, ફોર્મેટ નથી, તેમાં સંપૂર્ણ માહિતી પણ આપેલ નથી. મુખ્ય ન્યાયાધીશે પેપરમાં ઈડીનો સ્ટેટસ રિપોર્ટ પ્રકાશિત થવા બદલ નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આજે અમે ન્યુઝ પેપરમાં આ રિપોર્ટ વાંચ્યો. બધા મીડિયાને માહિતી પહેલા મળી જાય છે.

 

 

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર સામે વ્યક્ત કરી નારાજગી

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર પર નારાજગી વ્યક્ત કરી, કોર્ટે કહ્યું કે તમે કંઈ કર્યું નથી. મુખ્ય ન્યાયાધીશ એન.વી. રમણાએ કહ્યું કે જ્યારે આ મામલો શરૂ થયો ત્યારે અમને ખાતરી આપવામાં આવી કે સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે અને કંઈક કરવા માંગે છે, પરંતુ કંઈ કરવામાં આવ્યું નથી.  જ્યારે તમે સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવામાં અચકાશો તો તમે અમારી પાસેથી શું કહેવાની અપેક્ષા રાખી શકો?

 

 

CBIએ ફાઈલ કરેલા સ્ટેટસ રિપોર્ટનો નથી કર્યો ખુલાસો

મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે અમને ખબર નથી કે શું થઈ રહ્યું છે? અમે તમામ કેસોની પરીસ્થિતિ અને વિગતો માત્ર અખબારોમાં વાંચીએ છીએ. નકલો અમારી પાસે રજૂ કરવામાં આવતી નથી. અમને એક દિવસ પહેલા જ  નકલો સોંપવામાં આવે છે. અમને કંઈ ખબર નથી.

 

સીબીઆઈ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે સીબીઆઈએ હજુ સુધી આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ દાખલ કર્યો નથી. ટેસ્ટ રિપોર્ટ ફાઈલ કરવા માટે થોડો સમય જરૂરી છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સ્ટેટસ રિપોર્ટ ફાઈલ કરવા માટે એક અઠવાડીયાનો સમય આપ્યો છે.

 

આ પણ વાંચો : મુંબઈ લોકલ ટ્રેનમાં મુસાફરી કરવા માટે ક્યુઆર પાસ રહેશે જરૂરી, જાણો ક્યાંથી અને કેવી રીતે મળશે આ પાસ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati