નેપાળમાં રાજકીય સંકટ, વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી સંસદમાં જીતી ન શક્યા વિશ્વાસમત

Nepal : નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી (PM KP Sharma Oli) સંસદમાં વિશ્વાસ મત ગુમાવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીની સૂચનાથી સંસદના નીચલા ગૃહમાં બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં પ્રતિનિધિ ગૃહને વડાપ્રધાન ઓલીએ રજૂ કરેલા વિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં માત્ર 93 મત મળ્યા હતા, જ્યારે તેની સામે […]

નેપાળમાં રાજકીય સંકટ, વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી સંસદમાં જીતી ન શક્યા વિશ્વાસમત
FILE PHOTO
Follow Us:
| Updated on: May 10, 2021 | 8:25 PM

Nepal : નેપાળમાં રાજકીય સંકટ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલી (PM KP Sharma Oli) સંસદમાં વિશ્વાસ મત ગુમાવી ચૂક્યા છે. રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારીની સૂચનાથી સંસદના નીચલા ગૃહમાં બોલાવવામાં આવેલા વિશેષ સત્રમાં પ્રતિનિધિ ગૃહને વડાપ્રધાન ઓલીએ રજૂ કરેલા વિશ્વાસ પ્રસ્તાવના સમર્થનમાં માત્ર 93 મત મળ્યા હતા, જ્યારે તેની સામે 124 સભ્યોએ મત આપ્યો હતો. 275 સદસ્યોના પ્રતિનિધિ ગૃહમાં વિશ્વાસનો મત જીતવા માટે ઓલીને 136 મતોની જરૂર હતી કારણ કે હાલમાં ચાર સભ્યો સસ્પેન્ડ છે.

Nepal માં નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી કેન્દ્ર) ના પુષ્પકમલ દહલ પ્રચંડે દ્વારા ટેકો પાછો ખેંચ્યા પછી ઓલી સરકાર અલ્પમતમાં આવી ગઈ હતી. આથી પીએમ ઓલી (PM KP Sharma Oli)  એ આજે ​​એટલે કે 10 એપ્રિલ સોમવારે નીચલા ગૃહમાં બહુમતી સાબિત કરવાની હતી. તે જ સમયે, શાસક નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (UML) એ તેના તમામ સાંસદોને એક વ્હિપ જાહેર કરીને વડાપ્રધાનની તરફેણમાં મત આપવા વિનંતી કરી હતી, પરંતુ ઓલી વિશ્વાસ મત જીતવામાં સફળ થઈ શક્યા નહીં.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Nepal માં રાજકીય સંકટની શરૂઆત ગયા વર્ષે 20 ડિસેમ્બરના રોજ થઈ હતી જ્યારે રાષ્ટ્રપતિ ભંડારીએ વડાપ્રધાન ઓલીની ભલામણ પર નવી ચૂંટણીઓ માટે 30 એપ્રિલ અને 10 મેના રોજ સંસદ વિસર્જન કરવાનો નિર્દેશ આપ્યો હતો. ઓલીએ સત્તાધારી નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટીમાં ચાલી રહેલા ઝગડા વચ્ચે આ ભલામણ કરી હતી.

Nepal ના નીચલા ગૃહમાં શાસક નેપાળ કોમ્યુનિસ્ટ પાર્ટી (યુએમએલ) સાથે 121 સભ્યો હતા. જો કે, ઓલી (PM KP Sharma Oli) ને આશા હતી કે વિશ્વાસ મત દરમિયાન તેઓ અન્ય પક્ષોના સાંસદોના ટેકાથી પોતાનો બહુમત સાબિત કરશે પરંતુ તે હારી ગયા. નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (UML) ના માધવ નેપાળના નેતૃત્વ હેઠળના હરીફ જૂથે વિશ્વાસ મતની પ્રક્રિયા પૂર્વે તેમને સમર્થન આપનારા તમામ 22 સાંસદોના રાજીનામાની ચેતવણી આપી હતી.

Nepal સંસદમાં વિશ્વાસ મત ગુમાવ્યા બાદ હવે વડાપ્રધાન ઓલી (PM KP Sharma Oli) એ રાજીનામું આપવું પડશે. ઓલી પોતાના જ પક્ષનો વિરોધ કરી રહ્યા હતા. તેમની જ પાર્ટીના નેતાઓ ઘણા સમયથી રાજીનામાની માંગ કરી રહ્યા હતા. જો કે, રવિવારે એવું વિચારવામાં આવ્યું હતું કે આ વખતે પણ તેઓ તોડ-જોડ કરીને પોતાની ખુરશી બચાવશે, પરંતુ તે આમ કરવામાં સફળ થઈ શક્યા નહીં.

ઓલીને ચીનની ખૂબ નજીક માનવામાં આવે છે અને તેણે અનેક પ્રસંગોએ ભારત વિરોધી નિવેદનો આપ્યા છે. ભારત પણ નેપાળમાં રાજકીય ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">