Punjab કોંગ્રેસના પ્રમુખ બન્યા નવજોતસિંહ સિદ્ધુ, સોનિયા ગાંધીએ કર્યા નિયુક્ત

|

Jul 18, 2021 | 10:20 PM

નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે તે સુનિલ જાખરની જગ્યા લેશે. આ ઉપરાંત  સંગતસિંહ ગીજીયાન,  કુલજીત નાગરા, પવન ગોયલ અને સુખવિન્દર ડેનીને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે.

Punjab કોંગ્રેસના પ્રમુખ બન્યા નવજોતસિંહ સિદ્ધુ, સોનિયા ગાંધીએ કર્યા નિયુક્ત
Navjot Singh Sidhu became the President of Punjab Congress (File Photo)

Follow us on

પંજાબ(Punjab)  કોંગ્રેસમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નવજોતસિંહ સિદ્ધુ(Navjot Singh Sidhu )ને આખરે પંજાબ કોંગ્રેસના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે. જો કે તેની સાથે તેમણે બીજા  ચાર કાર્યકારી  પ્રમુખને  પણ નિયુક્ત કર્યા છે.

નવજોતસિંહ સિદ્ધુને પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે તે સુનિલ જાખરની જગ્યા લેશે. આ ઉપરાંત  સંગતસિંહ ગીજીયાન,  કુલજીત નાગરા, પવન ગોયલ અને સુખવિન્દર ડેનીને કાર્યકારી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં આવતા વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે અને આવી સ્થિતિમાં કોંગ્રેસ હાઈકમાન્ડે પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નવજોતસિંહ સિદ્ધુના નામ પર મહોર લગાવી છે. આગામી સમયમાં સિદ્ધુને  અનેક પડકારોનો સામનો કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી એવી અટકળો ચાલી રહી હતી કે સિદ્ધુને પંજાબ કોંગ્રેસની કમાન મળશે. એવા અહેવાલો પણ બહાર આવ્યાં છે કે સીએમ અમરિન્દર સિદ્ધુને પ્રદેશ અધ્યક્ષ બનાવવાના સંભવિત નિર્ણયથી નારાજ છે. પરંતુ આખરે સિદ્ધુ આ મેચ જીતી ગયા છે. રવિવારે પણ કેપ્ટન અમરિંદર સિંહ કેમ્પના સાંસદોની એક બેઠક દિલ્હીમાં કોંગ્રેસના સાંસદ પ્રતાપસિંહ બાજવાના ઘરે પણ મળી હતી. કેપ્ટનની છાવણીના પંજાબ કોંગ્રેસના સાંસદોએ રાજ્યમાં પાર્ટીની કમાન સિદ્ધુ ન આપવાની માંગ કરી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ વિવાદની વચ્ચે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ રાજ્યના પ્રધાન સુખીજિંદર સિંઘ રંધાવા સહિત પક્ષના છ ધારાસભ્યો સાથે પટિયાલામાં ધારાસભ્ય મદનલાલના ઘરે પહોંચ્યા હતા. સિદ્ધુએ અગાઉ રાજ્યના કોંગ્રેસના ધારાસભ્યો સાથે બેઠક પણ કરી હતી. બીજી તરફ, મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરસિંહે પણ નજીકના પ્રધાનો અને ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજી હતી. જેના કારણે રાજ્યનું રાજકારણ ગરમાયું  હતું. આ  બંને નેતાઓ વચ્ચેના મતભેદને દૂર કરવા માટે કોંગ્રેસ પાર્ટીના ઘણા મોટા નેતાઓએ આ બંને સાથે વાતચીત પણ કરી છે.

આ પણ વાંચો :  આ સંસદના ચોમાસુ સત્રમાં સરકાર ત્રણ મહત્વના બીલ પસાર કરશે, શું છે આ બિલની ખાસિયત, જાણો આ અહેવાલમાં

આ પણ વાંચો : Garhwal Rifle Recruitment 2021: ધોરણ 10 અને 12 પાસ માટે નોકરી મેળવવાની ઉત્તમ તક, જાણો માહિતી

Published On - 9:54 pm, Sun, 18 July 21

Next Article