આ સંસદના ચોમાસુ સત્રમાં સરકાર ત્રણ મહત્વના બીલ પસાર કરશે, શું છે આ બિલની ખાસિયત, જાણો આ અહેવાલમાં

ભારતીય બંધારણના અનુચ્છેદ - 123 મુજબ , જ્યારે સંસદના ગૃહની બેઠક મળી ન હોય ત્યારે રાષ્ટ્રપતિને વટહુકમ બહાર પાડવાની સત્તા છે . રાજ્ય સ્તરે આ સત્તાઓ રાજ્યપાલને મળે છે.

આ સંસદના ચોમાસુ સત્રમાં સરકાર ત્રણ મહત્વના બીલ પસાર કરશે, શું છે આ બિલની ખાસિયત, જાણો આ અહેવાલમાં
સંસદના ચોમાસુ સત્રમાં સરકાર ત્રણ ખરડા પસાર કરશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2021 | 8:09 PM

કોરોનાના સંકટ (Corona Virus)વચ્ચે એકવાર ફરીથી સંસદીય સત્રની શરૂઆત થઈ રહી છે 19 જુલાઇથી સંસદ(Parliament)નું ચોમાસુ સત્ર શરૂ થશે, જે 13 ઓગસ્ટ સુધી ચાલશે.સંસદના આ ચોમાસુ સત્રમાં સરકાર 17 નવા બીલ  રજુ કરવાની તૈયારીમાં છે. જેમાં 3 બીલ પર ભારે વિરોધ થવાની શક્યતા છે.

હાલ, સરકાર આ ત્રણ બિલ રજુ કરવાની છે. જેના પર ભારે વિરોધ થઈ શકે છે.

The Insolvency and Bankruptcy Code (Amendment) Bill,2021 The Essential Defense Service Bill, 2021 The Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas Bill, 2021

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

The Insolvency and Bankruptcy Code (Amendment) Bill,2021

આ કોડ કોર્પોરેટ દેવાદારની નાદારીના નિરાકરણ માટે સમયમર્યાદા પ્રક્રિયા પ્રદાન કરે છે કે જે ૩૩૦ દિવસની રહેશે જેને કોર્પોરેટ ઇનસોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયા (સીઆઈઆરપી) કહેવામાં આવે છે.

દેવાદાર પોતે અથવા તેના લેણદારો ઓછામાં ઓછા એક લાખ રૂપિયાના ડિફોલ્ટની સ્થિતિમાં CIRP ની સમક્ષ અરજી કરી શકે છે. સીઆઈઆરપી હેઠળ, નાદારી ઠરાવ અંગે નિર્ણય લેવા માટે લેણદારોની સમિતિની રચના કરવામાં આવશે.

સમિતિ એક ઠરાવ યોજના પર વિચાર કરી શકે કે જે સામાન્ય રીતે મર્જર, એક્વિઝિશન અથવા કંપનીના પુનર્ગઠન દ્વારા દેવાની ચૂકવણીની જોગવાઈ કરે છે.

જો ઠરાવ યોજનાને લેણદારોની સમિતિ દ્વારા નિર્ધારિત સમયની અંદર મંજૂરી આપવામાં નહીં આવે તો, કંપનીને નીલામિમાં મૂકવામાં આવે છે. સીઆઈઆરપી દરમિયાન, કંપનીની બાબતો રીઝોલ્યુશન પ્રોફેશનલ (આરપી) દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જે સીઆઈઆરપી લેવા માટે નિમવામાં આવે છે.

The Essential Defense Service Bill, 2021

આવશ્યક સંરક્ષણ સેવા અંગેનુ બીલ, જે અંતર્ગત સંરક્ષણ માટે ઉપયોગમાં લેવાતી કોઈપણ વસ્તુ બનાવતી સંસ્થાઓ કે પછી સંરક્ષણ અંગે સેવાઓ પૂરી પાડતી દરેક સંસ્થાઓ આવરી લેવામાં આવી છે.

આ કાયદા મુજબ આવી કોઈપણ સંસ્થા દ્વારા કે તેમના મજૂરો દ્વારા જો હડતાળ અથવા લોક આઉટ કરવામાં આવશે તો કાયદેસરની કાર્યવાહી થાય શકે છે

તદુપરાંત, ફરજિયાત રજા પર પણ મોકલવામાં આવી શકે છે, આ સજા છ મહિના સુધીની હોય શકે, જરૂરીયાત પડ્યે વધુ છ મહિના માટે વધારી પણ શકાય. ગેર કાયદેસર લોક આઉટ કરનારને 1 વર્ષની સજા અથવા 10000 નો દંડ અથવા બંને થઈ શકે.

The Commission for Air Quality Management in National Capital Region and Adjoining Areas Bill, 2021

NCR અને સંલગ્ન ક્ષેત્રોના હવા ગુણવત્તા વ્યવસ્થાપન માટે કમિશન, 13 એપ્રિલ, 2021 માં ઘડવામાં આવ્યું હતું. હવામાં સંબંધિત સમસ્યાઓના વધુ સારા સંકલન, સંશોધન, ઓળખ અને નિરાકરણ માટે કમિશનની રચનાની જોગવાઈ કરે છે.

નેશનલ કેપિટલ રિજન (એનસીઆર) અને નજીકના વિસ્તારો હરિયાણા, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશને આવરી લેવાયા છે જ્યાં પ્રદૂષણના કોઈપણ સ્ત્રોતથી NCRમાં હવાની ગુણવત્તા પર વિપરીત અસર થઈ શકે તેવી પ્રવૃત્તિ કરનાર પર કડક કાર્યવાહી થશે.

આ બીલનો મૂળ હેતુ હવાનું પ્રદુષણ પર નિયંત્રણ મેળવવાનું છે. આ હુકમનું ઉલ્લંઘન કરનારને ૫ વર્ષની જેલ અથવા ૧ કરોડ સુધી દંડ અથવા બંને થઈ શકે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">