હવે બોલો, નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને સોશિયલ ડિસ્ટન્સનાં ભંગ માટે પોસ્ટર પકડીને ઉભા રાખશો?

હવે બોલો, નરોડાનાં ધારાસભ્ય બલરામ થવાણીને સોશિયલ ડિસ્ટન્સનાં ભંગ માટે પોસ્ટર પકડીને ઉભા રાખશો?

કોરોના વચ્ચે ઉજવણી કે પછી મેળાવડાને લઈને ભાજપનાં પ્રમુખ દ્વારા સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી હોવા છતા સુધરે એ ભાજપનાં નેતાઓ નહી.  એમાં પણ ભાજપનાં બહુ વિવાદમાં રહેલા ભાજપનાં નેતા અને ધારાસભ્ય બલરામ થાવાણી ફરી વિવાદમાં આવ્યા છે. નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણી ધારાસભ્ય થયાના 3 વર્ષની ઉજવણી કરવાથી પોતાની જાતને દુર નોહતા રાખી શક્યા અને […]

Pinak Shukla

|

Dec 18, 2020 | 4:31 PM

કોરોના વચ્ચે ઉજવણી કે પછી મેળાવડાને લઈને ભાજપનાં પ્રમુખ દ્વારા સ્પષ્ટ મનાઈ ફરમાવવામાં આવી હોવા છતા સુધરે એ ભાજપનાં નેતાઓ નહી.  એમાં પણ ભાજપનાં બહુ વિવાદમાં રહેલા ભાજપનાં નેતા અને ધારાસભ્ય બલરામ થાવાણી ફરી વિવાદમાં આવ્યા છે. નરોડા વિધાનસભાના ધારાસભ્ય બલરામ થાવાણી ધારાસભ્ય થયાના 3 વર્ષની ઉજવણી કરવાથી પોતાની જાતને દુર નોહતા રાખી શક્યા અને તેમણે સોશિયલ ડિસ્ટન્સનાં ધજાગરા ઉડાવ્યા હતા. કાયદાની કે પછી પોતાના પક્ષની શિખને નેવે મુકીને તેમણે નરોડા કાર્યાલયની બહાર જ ઉજવણી કરી નાખી હતી. ધારાસભ્યએ ભાજપ પ્રદેશ પ્રમુખના આદેશની અવગણના કરી નાખતા ભાજપનાં વર્તુળમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સામાન્ય લોકો પર કાર્યવાહી કરતી પોલીસ હવે ધારાસભ્ય સામે કેવા પ્રકારની કાર્યવાહી કરશે તે જોવું રહ્યું

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati