Monsoon Session 2021: ભારે હંગામા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત

|

Jul 28, 2021 | 3:28 PM

આજે સંસદ સત્રની શરૂઆતમાં જ રાજ્યસભા અને લોકસભામાં પેગાસાસનો મુદો ગુંજ્યો હતો.પરિણામે ભારે હંગામાને ધ્યાનમાં રાખીને ગુહની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

Monsoon Session 2021: ભારે હંગામા બાદ લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત
Parliament (File Photo)

Follow us on

Monsoon Session 2021: ચોમાસુ સત્રના સતત બીજા અઠવાડિયામાં પણ ગૃહોની કાર્યવાહી સ્થગિત કરવાનો સિલસિલો યથાવત છે.આજે સંસદ સત્રની શરૂઆતમાં જ બંને ગૃહોમાં હંગામો જોવા મળી રહ્યો છે. ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.

પેગાસાસનો મુદ્દો (Pegasus Spyware) સામે આવતા જ રાજકારણ ગરમાયું છે.વિપક્ષ દ્વારા પેગાસસ મુદે સરકારને આડેહાથ લીધી છે.અને જાસુસી મુદે તપાસ કરવાની માંગ કરી છે.ત્યારે આજે ફરી ગૃહમાં પેગાસાસનો મુદો ગુંજ્યો હતો.જેને પરિણામે કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી.

સંસદ મંત્રીએ અનુરાગ ઠાકુરે (Anurag thakur)કાર્યવાહી સ્થગિત થતા નિવેદન આપ્યું છે કે,”વિપક્ષે સંસદને શર્મશાર કરી છે અને વિપક્ષ સત્રની કાર્યવાહીથી ભાગી રહ્યા હોય તેવું લાગી રહ્યુ છે.”

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

સંસદના ચોમાસુ સત્રમાં શરૂઆતથી જ રાજકારણ ગરમાયું છે.પ્રધાનમંત્રી મોદીએ સત્રના પ્રથમ દિવસે જ્યારે નવા સાંસદોનો પરિચય આપી રહ્યા હતા.ત્યારથી ગૃહમાં સુત્રોચ્ચાર અને હંગામાની શરૂઆત થઈ છે.

 

આ પણ વાંચો : Rahul Gandhi: સંસદ સત્રમાં ભારે હંગામા બાદ રાહુલ ગાંધીનું નિવેદન, “સરકાર અમારા અવાજને દબાવવાનો પ્રયત્ન કરે છે”

આ પણ વાંચો : Basavaraj Bommai : બાસવરાજ બોમ્માઇએ મુખ્યપ્રધાન પદના લીધા શપથ, રાજ્યપાલ થાવરચંદ ગેહલોતે અપાવ્યા શપથ

 

Published On - 11:54 am, Wed, 28 July 21

Next Article