Monsoon Session 2021: સંસદના ચોમાસુ સત્રમાં આજે મહત્વના બિલ રજુ થવાની સંભાવના

|

Jul 22, 2021 | 11:10 AM

સંસદમાં ચાલી રહેલા ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે. ત્યારે સંસદના ગુહમાં આજે મહત્વના બિલ રજુ કરવામાં આવશે. ઉપરાંત પેગાસસ કથિત જાસુસી મામલે પણ કેન્દ્રીય પ્રધાન અશ્વિની વૈષ્ણવ નિવેદન આપે તેવી શક્યતા છે.

Monsoon Session 2021: સંસદના ચોમાસુ સત્રમાં આજે મહત્વના બિલ રજુ થવાની સંભાવના
Parliament (File Photo)

Follow us on

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે સંસદના નીચલા ગૃહમાં (લોકસભા) આવશ્યક સંરક્ષણ સેવાઓ સંબધિત બિલ રજૂ કરશે. જ્યારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન (Nirmala Sitharaman) ફેક્ટરિંગ રેગ્યુલેશન (Factoring Regulation) બિલને વિચારણા માટે રજુ કરશે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ (Rajnath Sinh) ગુરુવારે સંસદના નીચલા ગૃહમાં મહત્વના સંરક્ષણ સેવાઓ બિલ રજૂ કરશે. આ બિલ દેશની સુરક્ષા માટે આવશ્યક સંરક્ષણ સેવાઓની જાળવણીની જોગવાઈ કરે છે. આ સંરક્ષણ બિલની જોગવાઈ અનુસાર, સરકારને જરૂરી સંરક્ષણ સેવાઓ પૂરી પાડતા એકમોમાં હડતાલ અને તાળાબંધી પર પ્રતિબંધ (Prohibition) મુકવામાં આવશે.

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન ફેક્ટરિંગ રેગ્યુલેશન (Factoring Regulation) સુધારા બિલને આજે વિચારણા માટે રજુ કરશે. મહત્વનું છે કે, ગત વર્ષે 24 સપ્ટેમ્બરના રોજ ફેક્ટરી રેગ્યુલેશન એક્ટ 2011 માં ફેક્ટરી બિઝનેસમાં સામેલ એકમોની તકો વધારવામાં આવી હતી. જેમાં બિલના ફેરફારોમાં સોંપણી અને વ્યવસાયની વ્યાખ્યામાં ફેરફાર કરવામાં આવ્યા હતા.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ ખરડો લોકસભામાં (Lok Sabha) રજૂ કરવામાં આવ્યો હતો અને ફેક્ટરીંગ બિઝનેસમાં સામેલ કંપનીઓની તક વધારીને 2011 ના ફેક્ટરી રેગ્યુલેશન એક્ટને (Factory Regulation Act) ઉદારીકરણ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમાં  પ્રાપ્તિકરણો, સોંપણી અને ફેક્ટરિંગ વ્યવસાયની વ્યાખ્યામાં મહત્વના ફેરફાર સામેલ છે.

જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલ (Sarvanand Sonval) સંસદના ચોમાસુ સત્રના ત્રીજા દિવસે લોકસભામાં ઇનલેન્ડ વેસેલ્સ બિલ રજુ કરશે. જે ઇનલેન્ડ વેસેલ્સ (Inland Vessel Bill) એક્ટ, 1917 માં ફેરફાર કરવાનું સુચન કરે છે. જેમાં જહાજોની સલામતી, નોંધણી માટેના નિયમન બદલવાની રજુઆત કરવામાં આવી છે. આ બિલ રજુ કરવા માટે 16 જુનના રોજ કેબિનેટ મંત્રીઓ (Cabinet Minister) દ્વારા મંજુરી આપવામાં આવી હતી.

જ્યારે, પશુપતિ કુમાર પારસ (Pashupati Kumar paras) રાષ્ટ્રીય ખાદ્ય ટેકનોલોજી સંસ્થા બાબતે બિલ વિચારણા માટે રજુ કરશે. આ બિલમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી એન્ટરપ્રિન્યોરશિપ એન્ડ મેનેજમેન્ટ અને રાષ્ટ્રીય ફુડ પ્રોસેસિંગ સંસ્થાને રાષ્ટ્રીય મહત્વ આપવા અંગે છે.

ઉલ્લેખનીય છે કે, ફેક્ટરિંગ રેગ્યુલેશન ( Factoring Regulation) સુધારા બિલએ ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ રજુ કરવાનું હતુ. પરંતુ રાજકારણીઓ, પત્રકારો અને ઉદ્યોગકારોના પેગાસુસ જાસુસી (Pegasus Spyware) મામલે વિરોધ પક્ષ દ્વારા થયેલા હોબાળા બાદ કાર્યવાહી મુલતવી રાખવામાં આવી હતી. ત્યારે આજે રાજ્યસભામાં કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી પ્રધાન અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnava) પેગાસસ વિવાદ પર કોઈ નિવેદન આપે તેવી સંભાવના છે.

 

આ પણ વાંચો: Parliament Monsoon session 2021 And Farmers Protest LIVE : કૃષિ કાયદાને લઈને આંદોલન કરતા ખેડૂતો હવે સંસદને ઘેરવાની તૈયારીમાં

આ પણ વાંચો: Pegasus Spyware: પેગાસસ જાસુસી મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી, SIT તપાસની કરાઈ માગ

Published On - 11:09 am, Thu, 22 July 21

Next Article