Parliament Monsoon session 2021 LIVE : લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી 23 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી

રાજ્યસભામાં ગુરુવારે આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ જયારે પેગાસસ મુદ્દે નિવેદન કરી રહ્યાં હતા તે સમયે, ટીએમસીના સાંસદ શાતનુ સેને, અશ્વિની વૈષ્ણવના હાથમાંથી પેપર છીનવી લઈને ફાડી નાખ્યા હતા. અને ફાડેલા કાગળો ઉપસભાપતિ તરફ ઉછાળ્યા હતા. 

 • Updated On - 7:18 pm, Thu, 22 July 21 Edited By: Bipin Prajapati
Parliament Monsoon session 2021 LIVE : લોકસભા-રાજ્યસભાની કાર્યવાહી 23 જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી
Parliament Monsoon Session 2021

Parliament Monsoon Session 2021 LIVE: મોનસુન સેશનના બન્ને દિવસ હંગામેદાર રહ્યા બાદ, આજે ત્રીજા દિવસે પણ વિપક્ષે ગૃહ માથે લીધુ હતુ. પેગાસસ મુદ્દે વિપક્ષે મચાવેલા હોબાળામાં લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બે વાર મુલતવી રાખ્યા બાદ, સમગ્ર દિવસ માટે મોકુફ રાખવાની જાહેરાત અધ્યક્ષે કરી હતી.

ફોન ટેપીંગ અને જાસુસી કાંડ સામે આવ્યા બાદ આ જ મુદ્દા પર, સંસદના બન્ને ગૃહમાં વિપક્ષે હંગામો મચાવ્યો હતો. આજે સવારે સંસદની કાર્યવાહી શરૂ થાય તે પૂર્વે જ  વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર અને હોબાળો મચાવી મૂક્યો હતો. સંસદના ગૃહને ઓર્ડરમાં લેવા માટે અશક્ય લાગતા, અધ્યક્ષે પહેલા બાર વાગ્યા સુધી અને ત્યાર બાદ ચાર વાગ્યા સુધી મુલતવી રાખવાની જાહેરાત કરાઈ હતી. અને ત્યાર બાદ દિવસભરની  કામગીરી બીજા દિવસ એટલે કે 23 મી જુલાઈના સવારના 11 વાગ્યા સુધી મોકુફ રાખવાની જાહેરાત કરાઈ હતી.

આંદોલન કરતા ખેડૂતો હવે સંસદને ઘેરવાની તૈયારીમાં

ત્રણ કૃષિ કાયદાને રદ કરવાની માગને લઈને ખેડૂતો આજથી દિલ્હીમાં સંસદની બહાર જંતર મંતર  ખાતે કૃષિ કાયદાઓનો (Farm Laws) વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસે ખેડૂત સંગઠનોને જંતર-મંતર (Jantar Mantar) પર કોરોનો પ્રોટોકોલનું પાલન કરીને વિરોધ માટે લીલી ઝંડી મઆપી છે. આશરે 200 ખેડૂતો આ વિરોધ પ્રદર્શનમાં (Protest) જોડાયા હતા.

 

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 22 Jul 2021 15:40 PM (IST)

  શાંતનુ સેને કાગળો ફાડ્યા બાદ, ભાજપ-ટીએમસીના સાંસદો વચ્ચે બોલાચાલી, માર્શલોએ સાંસદોને એકબીજાથી કર્યા દૂર

  રાજ્યસભા ગૃહની કાર્યવાહી મુલતવી રાખ્યા પછી, ટીએમસીના સાંસદ શાંતનુ સેન દ્વારા આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવના હાથમાંથી કાગળો છીનવી લીધાં હતા. અને ફાડી નાખ્યા હતા. ત્યાર બાદ રાજ્યસભા ગૃહમાં ભાજપના સાંસદો અને ટીએમસી સાંસદો વચ્ચે બોલાચાલી થઈ હતી. સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે માર્શલોએ દરમિયાનગીરી કરી બધા સાંસદને એક બીજાથી દૂર કર્યા હતા.

 • 22 Jul 2021 15:12 PM (IST)

  ટીએમસીના સાંસદે, આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવના હાથમાં પેપર લઈને ફાડ્યા, કાગળના ટુકડા ઉપસભાપતિ સમક્ષ ફેક્યા

  રાજ્યસભામાં ગુરુવારે આઈટી પ્રધાન અશ્વિની વૈષ્ણવ જયારે પેગાસસ મુદ્દે નિવેદન કરી રહ્યાં હતા તે સમયે, ટીએમસીના સાંસદ શાતનુ સેને, અશ્વિની વૈષ્ણવના હાથમાંથી પેપર છીનવી લઈને ફાડી નાખ્યા હતા. અને ફાડેલા કાગળો ઉપસભાપતિ તરફ ઉછાળ્યા હતા.

 • 22 Jul 2021 14:48 PM (IST)

  વિપક્ષના સતત હોબાળાને પગલે, રાજ્યસભા 23 જુલાઈ સુધી મુલતવી

  જાસુસી મુદ્દે વિપક્ષે મચાવેલા હોબાળાને પગલે, રાજ્યસભામાં કામકાજ કરવુ મુશ્કેલી બન્યુ હતુ. વાંરવારની સમજાવટ છતા કોઈ ફેર ના પડતા રાજ્યસભાની કામગીરી આવતીકાલ 23મી જુલાઈ સુધી મુલતવી રાખવીની ફરજ પડી છે.

 • 22 Jul 2021 14:14 PM (IST)

  લોકસભાની કાર્યવાહી બપોરે 4:00 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી

  ગૃહ શરૂ થતાની સાથે જ વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. આથી લોકસભાની કાર્યવાહી બપોરે 4:00 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.

 • 22 Jul 2021 13:52 PM (IST)

  200 જેટલા ખેડૂતો જંતર મંતર પહોંચ્યા

  લગભગ 200 ખેડૂત કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના જંતર મંતર પર પહોંચ્યા છે. અહીં આજે ‘ખેડૂત સંસદ’ છે. 9 મી ઓગસ્ટ સુધી જંતર મંતર ખાતે ખેડૂતોનું પ્રદર્શન ચાલુ રહેશે.

 • 22 Jul 2021 11:34 AM (IST)

  ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી

  આજે પણ સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો વિરોધ ચાલુ રહ્યો. લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી છે.

 • 22 Jul 2021 10:59 AM (IST)

  Monsoon Session 2021: સંસદના ચોમાસુ સત્રમાં આજે મહત્વના બિલ રજુ થવાની સંભાવના

  સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ આજે સંસદના નીચલા ગૃહમાં (લોકસભા) આવશ્યક સંરક્ષણ સેવાઓ સંબધિત બિલ રજૂ કરશે. જ્યારે કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન (Nirmala Sitharaman) ફેક્ટરિંગ રેગ્યુલેશન (Factoring Regulation) બિલને વિચારણા માટે રજુ કરશે.

 • 22 Jul 2021 10:40 AM (IST)

  મનીષ તિવારીએ પણ મુલતવી દરખાસ્ત આપી

  કોંગ્રેસના સાંસદ દિપેન્દ્રસિંહ હૂડા અને પ્રતાપસિંહ બાજવાએ ખેડૂત આંદોલનના મુદ્દે નિયમ 267 હેઠળ સસ્પેન્શન નોટિસ આપી છે. કોંગ્રેસના લોકસભાના સાંસદ મનીષ તિવારીએ પેગાસસ મુદ્દે ગૃહમાં એડજર્મેન્ટ મોશન નોટિસ આપી છે.

 • 22 Jul 2021 10:37 AM (IST)

  સીપીઆઈ સાંસદે રાજ્યસભામાં વિશેષાધિકાર પ્રાપ્ત પ્રસ્તાવ નોટિસ આપી

  સીપીઆઈના રાજ્યસભાના સાંસદ બિનોય વિશ્વમે રાજ્યસભામાં રાજ્ય પ્રધાન ભારતી પ્રવીણ પવારના જવાબ સામે એક વિશેષાધિકાર પ્રાપ્ત પ્રસ્તાવ નોટિસ છે.

 • 22 Jul 2021 10:13 AM (IST)

  કોંગ્રેસના સાંસદે કૃષિ કાયદા અંગે લોકસભામાં મુલતવી દરખાસ્ત આપી

  કોંગ્રેસના સાંસદ બી. મણિકમ ટાગોરે કૃષિ કાયદા સામે ખેડૂતોના લાંબા આંદોલન અંગે ચર્ચાના મુદ્દે લોકસભામાં એડજર્મેન્ટ મોશન નોટિસ આપી છે અને સરકારને આ કાયદો પાછો ખેંચવા જણાવ્યું છે.

 • 22 Jul 2021 09:27 AM (IST)

  Parliament Monsoon Session 2021 LIVE: સંસદ બહાર વિરોધ પ્રદર્શન માટે ખેડૂતોને શરતી મંજુરી, 9 ઓગસ્ટ સુધી વિરોધ પ્રદર્શન રહેશે યથાવત

  ખેડૂતોના વિરોધને પગલે મોટી સંખ્યામાં પોલીસ જવાનો (Police) તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હી પોલીસ દ્વારા ખેડૂતોને 200 ખેડૂતોની મર્યાદામાં વિરોધ પ્રદર્શનની મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા 8 મહિનાથી ખેડૂતો દિલ્હીની સિંધુ બોર્ડર (Sindhu Border) પર કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે કૃષિ આંદોલન કરતા ખેડૂતો હવે સંસદને ઘેરવાની તૈયારીમાં છે.

  દિલ્હી પોલીસ દ્વારા 200 ખેડૂતોની મર્યાદામાં જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરવા માટે શરતી મંજુરી આપવામાં આવી છે. ખેડૂતો આજથી લઈને 9 ઓગસ્ટ સુધી સંસદ બહાર વિરોધ પ્રદર્શન કરી કૃષિ કાયદાનો વિરોધ નોંધાવશે.

  ભારતીય કિસાન યુનિયનના નેતા (Leader of Indian Farmers Union) રાકેશ ટીકૈતે જણાવ્યું હતું કે, “અમારા 200 ખેડૂતો પોલીસ સુરક્ષા હેઠળ સિંઘુ બોર્ડરથી જંતર-મંતર સુધી જશે અને સંસદનું સત્ર પૂર્ણ ન થાય ત્યાં સુધી અમારો વિરોધ યથાવત રહેશે.”

  ઉલ્લેખનીય છે કે, કૃષિ સુધારા બિલના વિરોધમાં ખેડૂતો છેલ્લા આઠ મહિનાથી સિંધુ બોર્ડર પર વિરોધ કરી રહ્યા છે. આ પહેલા પણ લાલ કિલ્લામાં આ આંદોલનનું  ઉગ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. ત્યારે સંસદ (Parliament) બહાર જંતર-મંતરમાં આ વિરોધ પ્રદર્શન કેવુ સ્વરૂપ લેશે તે જોવું રહ્યું.

Click on your DTH Provider to Add TV9 Gujarati