Maharashtra : શિવસેનાના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને PM MODI વિશે લખ્યો પત્ર, જાણો પત્રમાં શું કહ્યું

થાણેની ઓવલ-માજીવાડા વિધાનસભા બેઠકના શિવસેના (ShivSena)ના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક(MLA Pratap Sarnaik) એ શિવસેનાના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન (CM Uddhav Thackeray) ને પત્ર લખ્યો છે.

Maharashtra : શિવસેનાના ધારાસભ્યએ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને PM MODI વિશે લખ્યો પત્ર, જાણો પત્રમાં શું કહ્યું
FILE PHOTO : ShivSena MLA Pratap Sarnaik
Follow Us:
| Updated on: Jun 20, 2021 | 7:15 PM

Maharashtra : શિવસેના (ShivSena)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન (CM Uddhav Thackeray) ની વડાપ્રધાન મોદી સાથેની મુલાકાત બાદ મહારાષ્ટ્રના રાજકારણ અંગે વિવિધ નિવેદનો થઇ રહ્યા છે. આ મુલાકાત બાદ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અમે સાથે નથી, પણ સંબંધો તો પહેલા જેવા જ છે. આ બેઠક બાદ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે પણ વડાપ્રધાન મોદી (PM MODI)ની પ્રસંશા કરી હતી. હવે શિવેસનાના જ એક ધારાસભ્યએ વડાપ્રધાન મોદી વિશે મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે.

ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે લખ્યો પત્ર મહારાષ્ટ્રમાં શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક (MLA Pratap Sarnaik) એ શિવસેના (ShivSena)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન (CM Uddhav Thackeray) ને પત્ર લખીને ભાજપ સાથે હાથ મિલાવવાની સલાહ આપી છે. શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે સીએમ ઉદ્ધવ ઠાકરેને લખેલા પત્રમાં કહ્યું છે કે કેન્દ્રીય એજન્સીઓ તેમને પરેશાન કરી રહી છે. તો હવે ભાજપ સાથે હાથ જોડો જેથી આપણા નેતાઓ બચી જાય.

આ માટે એક થાય ભાજપ અને શિવસેના થાણેની ઓવલ-માજીવાડા વિધાનસભા બેઠકના શિવસેના (ShivSena)ના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક(MLA Pratap Sarnaik) એ પોતાના પત્રમાં કહ્યું છે કે હવે ભાજપ અને શિવસેનાનું જોડાણ નથી પરંતુ તેમના નેતાઓ વચ્ચેનો સંબંધ હજુ પણ સારો છે, તેથી આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ.પાર્ટીના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે વધુમાં લખ્યું છે કે હવે પૂર્વ સાથીઓએ સાથે આવવું જોઈએ. ખાસ કરીને એવા સમયે જ્યારે મુંબઈ અને થાણે સહિત અનેક નિગમની ચૂંટણીઓ યોજાવાની છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

શિવસેનાના ધારાસભ્યો પાછળ કેન્દ્રની તપાસ એજેન્સીઓ કેટલાક મીડિયા અહેવાલો અનુસાર શિવસેના (ShivSena)ના ધારાસભ્ય પ્રતાપ સરનાઇક(MLA Pratap Sarnaik) એ આગળ લખ્યું છે કે ઘણી કેન્દ્રીય એજન્સીઓ તેમની અને અનિલ પરબ અને રવિન્દ્ર વાઈકર જેવા શિવસેનાના નેતાઓની પાછળ છે. તેમને અને તેમના પરિવારજનોને પજવણી કરવામાં આવી રહી છે. જો ભાજપ અને શિવસેના એક સાથે આવે તો આ નેતાઓ આવી મુશ્કેલીઓથી બચી શકે છે.

ગયા વર્ષે મની લોન્ડરિંગ મામલે ઇડીએ પ્રતાપ સરનાઇકના અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સિવાય તેમના પુત્ર વિહંગ સરનાઇકની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તે સમયે રાજ્યની મહાવિકાસ અઘાડી સરકારે કેન્દ્ર સરકાર પર ધારાસભ્યોને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો હતો.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">