Maharashtra: શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે, ભાજપના કિરીટ સોમૈયા સામે કર્યો 100 કરોડનો માનહાનીનો કેસ

|

Jul 29, 2021 | 4:00 PM

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકનું કહેવું છે કે ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પાયાવિહોણા અને બેજવાબદાર આક્ષેપો કરીને તેમને બદનામ કરવા માટે છેલ્લા કેટલાક મહિનામાં એક અભિયાન ચલાવ્યું હતું.

Maharashtra:  શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે, ભાજપના કિરીટ સોમૈયા સામે કર્યો 100 કરોડનો માનહાનીનો કેસ
ભાજપ નેતા કિરીટ સોમૈયા.(File Photo-PTI)

Follow us on

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે (Pratap Sarnaik) ભાજપ(BJP) ના નેતા અને પૂર્વ સાંસદ કિરીટ સોમૈયા (Kirit Somaiya)  સામે 100 કરોડનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. સરનાઇકનું કહેવું છે કે કોઈ નક્કર પુરાવા વિના તેમની વિરુદ્ધ પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ નિવેદનો આપીને તેમની છબીને ખરડાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સરનાઇકે થાણે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે.

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકનું કહેવું છે કે ભૂતપૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ પાયાવિહોણા અને બેજવાબદાર આક્ષેપો કરીને તેમને બદનામ કરવા માટે છેલ્લા કેટલાક મહિનામાં એક અભિયાન ચલાવ્યું હતું.

ત્યારબાદ ધારાસભ્ય સરનાઈકે જાહેરાત કરી હતી કે જો તેઓ તેમના ખોટા નિવેદનો માટે માફી નહીં માંગે તો કિરીટ સોમૈયા સામે માનહાનિનો કેસ દાખલ કરશે. આ અંતર્ગત ધારાસભ્ય પ્રતાપ સરનાઈકે કિરીટ સોમૈયા વિરુદ્ધ થાણે કોર્ટમાં 100 કરોડ રૂપિયાનો ખાસ સિવિલ કેસ દાખલ કર્યો છે. સોમૈયાએ હવે તેમના દ્વારા લગાવવામાં આવેલા પાયાવિહોણા આરોપો માટે કોર્ટને જવાબ આપવો પડશે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સરનાઇકે સોમૈયાની પત્ની પર  લગાવ્યા આ આરોપો

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે પોતાના આક્ષેપમાં જણાવ્યું છે કે, યુથ ફાઉન્ડેશનના ડાયરેક્ટર મેધા કિરીટ સોમૈયાએ તેમના પતિ કિરીટ સોમૈયાની રાજકીય શક્તિનો ઉપયોગ કરીને સીઆરઝેડ અને કમડલવન વિસ્તારમાં 16 સ્થળોએ જાહેર શૌચાલયો બનાવ્યા છે.

જેમાં નગરપાલિકાના અધિકારીઓને છેતરપિંડી કરી અને ખોટા દસ્તાવેજો રજુ કરીને તમામ અનધિકૃત શૌચાલય બિલ વસૂલ કરવામાં આવ્યાં છે. ધારાસભ્ય સરનાઇકે ફેબ્રુઆરીમાં સોમૈયા દંપતી સામે આ કેસમાં કેસ નોંધવાની માંગ કરી હતી.

શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઇકે કહ્યું કે મુખ્યમંત્રી, શહેરી વિકાસ પ્રધાન અને ગૃહ પ્રધાન પાસે આ માંગ કર્યા બાદ સરકારે પણ આ મામલે રિપોર્ટ માંગ્યો હતો.

રાજ્યના શહેરી વિકાસ પ્રધાન એકનાથ શિંદેએ આ અંગે મીરા ભાયંદર મહાનગરપાલિકા પાસે રિપોર્ટ માંગ્યો હતો અને કોર્પોરેશને જે અહેવાલ સરકારને સુપરત કર્યો હતો. તે અહેવાલમાં સ્પષ્ટ છે કે પર્યાવરણ બગાડીને શૌચાલયો બનાવવામાં આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રીએ પણ આ મામલો આર્થિક ગુનાખોરી વિભાગમાં મોકલી આપ્યો હતો અને આગળની કાનૂની કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા.

આ પણ વાંચો :  Maharashtra: અનિલ દેશમુખ પ્રકરણમાં CBI એ 12 જગ્યાએ પાડ્યા દરોડા, બે પોલીસ અધિકારીનાં ઘરે પણ દરોડા

Published On - 3:29 pm, Thu, 29 July 21

Next Article