લોક્સભા ચૂંટણી પરિણામો: ગુજરાતની 26 સીટો પર ભાજપનો ઐતિહાસિક વિજય
લોક્સભા ચૂંટણી પરિણામો આવી ગયા છે અને ગુજરાતની 26 સીટો પર ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભાજપે ફરીવાર ગુજરતમાં પોતાનો પરચમ લહેરાવી દીધો છે અને ગુજરાતની તમામ 26 સીટ પર કબજો કરી લીધો છે જેમાં ગાંધીનગર સીટ પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા અડણીનો રેકોર્ડ તોડવામાં અમિત શાહ […]
લોક્સભા ચૂંટણી પરિણામો આવી ગયા છે અને ગુજરાતની 26 સીટો પર ભાજપે ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ભાજપે ફરીવાર ગુજરતમાં પોતાનો પરચમ લહેરાવી દીધો છે અને ગુજરાતની તમામ 26 સીટ પર કબજો કરી લીધો છે જેમાં ગાંધીનગર સીટ પરથી ભાજપના અધ્યક્ષ અમિત શાહનો પણ સમાવેશ થાય છે. ગુજરાતમાં ભાજપના વરિષ્ઠ નેતા અડણીનો રેકોર્ડ તોડવામાં અમિત શાહ સફળ રહ્યાં છે.
ઈતિહાસમાં પ્રથમ વખત ગુજરાતમાં 26 માંથી 26 બેઠકો સતત બીજી વખત ભાજપને મળી છે. 2014ની લોકસભામાં પણ આવું જ બન્યું હતુ અને 26 બેઠકો ભાજપને મળી હતી. કોંગ્રેસના દિગ્ગ્જ નેતા પરેશ ધાનાણીને પણ અમરેલી લોકસભા સીટ પરથી કારમી હારનો સામનો કરવો પડ્યો તો આણંદ બેઠક પરથી કોંગ્રેસના દિગ્ગ્જ નેતા ભરતસિંહ સોલંકીને પણ હારનો સામનો કરવો પડ્યો છે.