Gujarati NewsPoliticsLok sabha elections 2019 rajnath singh says congress should learn from bjp how to run government
ઓપરેશન બાલાકોટ પર ગૃહમંત્રી રાજનાથ સિંહે ઈન્દિરા ગાંધી સાથે કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના
હરિદ્વારમાં ચૂંટણીની સભામાં સંબોધન કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઈન્દિરા ગાંઘી સાથે કરી હતી. તેમને સભામાં સંબોધન કરતા કહ્યું કે 1971માં ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો, તે સમયે અટલ બિહારી વાજપેયીએ સાંસદમાં ઉભા થઈને તેમની પ્રશંસા કરી હતી. જો પાકિસ્તાનને પરાજય કર્યા પછી ઈન્દિરા ગાંધીની પ્રશંસા થઈ શકે છે તો […]
હરિદ્વારમાં ચૂંટણીની સભામાં સંબોધન કરતા ગૃહમંત્રી રાજનાથ સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તુલના ઈન્દિરા ગાંઘી સાથે કરી હતી.
તેમને સભામાં સંબોધન કરતા કહ્યું કે 1971માં ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને કારમો પરાજય આપ્યો હતો, તે સમયે અટલ બિહારી વાજપેયીએ સાંસદમાં ઉભા થઈને તેમની પ્રશંસા કરી હતી. જો પાકિસ્તાનને પરાજય કર્યા પછી ઈન્દિરા ગાંધીની પ્રશંસા થઈ શકે છે તો પાકિસ્તાનને સબક શિખવાડવા પર મોદીજીની પ્રશંસા કેમ નથી થઈ શકતી?
Plant In Pot : ખેતરમાં આ શાકભાજી ઉગાડો, પાક જલદી ઉગશે અને કમાણી થશે બમણી
પણ કોંગ્રેસના લોકોને વિરોધ છે અને કહી રહ્યા છે કે કેટલા લોકોને ઠાર કર્યા? વીર લોકો મૃતદેહો નથી ગણતા. વધુમાં ગૃહમંત્રી રાજનાથસિંહે જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના કોઈ પણ મંત્રીની વિરૂધ્ધ ભ્રષ્ટાચારનો આરોપ નથી. ત્યારે કોંગ્રેસને ભાજપ પાસેથી શીખવુ જોઈએ કે સરકાર કેવી રીતે ચલાવી શકાય છે.