લોકસભાની ચૂંટણી જીતવા માટે હવે જવાબદારી ધારાસભ્યોના માથે, ભાજપનો માઇક્રો પ્લાનિંગ

બીજેપીને હવે ગુજરાતમાં બુથોની ચિન્તા થઇ છે, અને એટલે જ હવે તેણે વિધાનસભા પ્રમાણે ધારાસભ્યોને જ માઇનસ બુથોને પ્લસ કરવાની જવાબદારી સોપી દીધી છે, તમામને કડક સુચના પણ આપવામાં આવી છે કે માઇનસ બુથોના મતદારોથી સંપર્ક કરો અને તેમની જે પણ સમસ્યા હોય તેનો સરકાર સુધી રિપોર્ટીગં કરો અને સમસ્યાને ઉકેલો. જો અધિકારીઓ કામ ન […]

લોકસભાની ચૂંટણી જીતવા માટે હવે જવાબદારી ધારાસભ્યોના માથે, ભાજપનો માઇક્રો પ્લાનિંગ
Follow Us:
Anil Kumar
| Edited By: | Updated on: Feb 22, 2019 | 10:23 AM

બીજેપીને હવે ગુજરાતમાં બુથોની ચિન્તા થઇ છે, અને એટલે જ હવે તેણે વિધાનસભા પ્રમાણે ધારાસભ્યોને જ માઇનસ બુથોને પ્લસ કરવાની જવાબદારી સોપી દીધી છે, તમામને કડક સુચના પણ આપવામાં આવી છે કે માઇનસ બુથોના મતદારોથી સંપર્ક કરો અને તેમની જે પણ સમસ્યા હોય તેનો સરકાર સુધી રિપોર્ટીગં કરો અને સમસ્યાને ઉકેલો.

જો અધિકારીઓ કામ ન કરતા હોય તો પણ ધ્યાન દોરો. જેથી તેમની સામે કાર્યવાહી કરી શકાય. ગુજરાતમાં જ્યારે 26 સીટો જીતવાની કવાયત પાર્ટીએ શરુ કરી છે,ત્યારે 2014ના લોકસભા કરતા 2017ના વિધાનસભા ઇલેક્શનમાં પાર્ટીની ચિન્તાઓમાં વધારો થયો છે.

આ પણ વાંચો : શહીદોની મદદ કરવા માટે અક્ષય કુમાર સુરત આવશે, એક શામ શહીદો કે નામ !

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ગુજરાતમાં બીજેપી 26 સીટો જ જીતે તેવી રણનિતિ તો બનાવે, પણ સાથે ગત લોકસભા કરતા વધુ મતો 2019માં મળે તો જ સાચી જીત કહેવાશે તેવા આદેશો આપી દેવાયા છે, ત્યારે બીજેપીના પ્રદેશ પ્રભારી ઓમ માથુરે 26 સીટો ઉપર પ્રવાસ પુર્વ કરી લીધો. ત્યારે તેઓએ પણ એક ખાસ રિપોર્ટ તૈયાર કર્યો છે જે પાર્ટીની ચિન્તા વધારે તેવો છે.

શું છે યોજના ?

આ રિપોર્ટની અંદર સ્પષ્ટ કહેવાયુ છે કે 2014માં 48 હજાર પૈકી માત્ર 25થી 30 ટકા બુથો જ માઇનસ હતા. છતાં પણ બીજેપીએ 26 સીટો જીતી હતી પણ 2017ના વિધાનસભા ઇલેક્શનમા કોગ્રેસ મજબુત થઇ અને અનેક જિલ્લાઓમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં બીજેપીના માઇનસ બુથોની સખ્યા વધી છે.

એક અનુમાન પ્રમાણે લગભગ 40થી 45 ટકા બુથો માઇનસ થઇ ચુક્યા હતા પણ હવે ધીમે ધીમે સ્થિતિમાં સુધાર આવ્યો છે. પાર્ટીના સિનિયર નેતાઓ માને છે કે તે સમય દરમિયાન ખેડુતોની નારાજી, પાટીદાર અનામત આદોલનના કારણે સ્થિતિ બગડી હતી. પણ હવે સ્થિતિ સુધરી છે ત્યારે હવે આ તમામ બુથોને પ્લસ કરવા કાર્યક્રમોની શરુઆત કરી છે.

કેમ થઈ આ જરૂરત ? 

બીજેપીના નેતાઓની માનીએ તો આ આગે ઓમ માથુરે સંગઠનની કામગીરી થી થોડા નારાજ પણ દેખાયા અને સીધી રીતે સંગઠનની સાથે સ્થાનિક ધારાસભ્યોને પણ બુથની જવાબદારી સોપી દેવાઇ છે. બુથમાં હવે બે ના બદલે ઓછામા ઓછા છ સભ્યોની જવાબદારી સોંપવામા આવી છે. વિવિધ મોર્ચાના સ્થાનિક આગેવાનોને પણ બુથની જવાબદારી સોપી દેવાઇ છે.

જે બુથો નેગેટીવ છે તે વિસ્તારના મતદારોની માનસિક સ્થિતિ શુ છે, તેઓ કેમ બીજેપીને નથી મત કરતા. તેમના કયા કામો છે જે સરકારી સ્તર પણ નથી થઇ રહ્યા. આવી બાબતોનુ રિપોર્ટીંગ સરકારી સ્તરે કરીને કામ કરવવાની સુચના આપવામાં આવી છે.

[yop_poll id=1690]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">